Tuesday, October 8, 2024
Homeરાજ્યહાલારસલાયા પંથકમાં બે સ્થળોએ જૂગાર દરોડામાં 15 શખ્સો ઝડપાયા

સલાયા પંથકમાં બે સ્થળોએ જૂગાર દરોડામાં 15 શખ્સો ઝડપાયા

- Advertisement -

ખંભાળિયા તાલુકાના વચલાબારા ગામે પોલીસે જુગાર દરોડો પાડી, ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા કાનાજી દાનસંગજી સોઢા, કિરીટસિંહ કરણજી સોઢા, ચંદુભા જીજીભા જાડેજા, અજીતસિંહ ભવાનીસિંહ જાડેજા, વિપુલ મનસુખભાઈ સોલંકી, કનુભા ભુપતસંગ સોઢા અને લખુભા ટપુભા જાડેજા નામના સાત શખ્સોને ઝડપી લઇ રૂ. 14,250 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન સિધ્ધરાજસિંહ ભીખુભા જાડેજા નામનો ફરાર થઈ ગયો હોવાનું જાહેર થયું છે.

- Advertisement -

અન્ય એક દરોડામાં ઉગમણા બારા ગામના એક મંદિર પાસે બેસી અને ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા નરેન્દ્રસિંહ રવુભા જાડેજા, ગોપાલ હરદાસ મસુરા, કરસન નારણ કાંબરીયા, ભરતસિંહ રવુભા જાડેજા, નારણજી માડમજી જેઠવા, ધીરજ કાંતિલાલ લાલ, વિરપાલ હરદાસ મસુરા અને પ્રવિણસિંહ પથુભા વાઘેલા નામના આઠ શખ્સોને પોલીસે ઝડપી લઈ, રૂપિયા 24,680 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કાર્યવાહી સલાયા મરીન પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. વી.એન. સીંગરખીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, ઓમદેવસિંહ, પિઠાભાઈ, હિતેન્દ્રસિંહ, વિપુલભાઈ, રમેશભાઈ, રાયમલભાઈ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular