Monday, November 29, 2021
Homeરાજ્યજામનગરસમર્પણ હોસ્પિટલને રૂા. સવા કરોડનું અનુદાન

સમર્પણ હોસ્પિટલને રૂા. સવા કરોડનું અનુદાન

ખંભાળિયા તાલુકાના દેવળીયા ગામના મુળ રહેવાસી દ્વારા મુખ્યમંત્રીના હસ્તે ચેક અર્પણ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના દેવળીયા ગામના મૂળ રહેવાસી અને અગ્રણી દાતા સદ ગૃહસ્થ ભીખુભા વાઢેર દ્વારા વધુ એક સામાજિક સેવા પ્રવૃત્તિના ભાગરૂપે જામનગરમાં આવેલી મહત્વની એવી સમર્પણ હોસ્પિટલ માટે એક કરોડ પચીસ લાખનું એનુદાન આપવામાં આવ્યું છે. શનિવારે ખંભાળિયા નજીક વાડીનાર સ્થિત નયારા એનર્જી કંપનીમાં શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

આ પ્રસંગે રાજ્યમંત્રી રાઘવજીભાઈ પટેલ, બ્રિજેશભાઈ મેરજા, હાલારના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય હકુભા જાડેજા, બહાદુરસિંહ વાઢેર, સી.આર, જાડેજા, કિશોરસિંહ જાડેજા સહિતના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ રાજપુત અગ્રણીની આ સેવા પ્રવૃતિને બિરદાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular