જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં કોળીના દંગામાં રહેતાં યુવાનની તબિયત લથડતાં ઉલ્ટી થવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યૂં હતું.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા વેલનાથ કોળીના દંગામાં રહેતાં મુકેશભાઇ ખોડુભાઇ ઝીંઝુવાડિયા (ઉ.વ.50) નામના યુવાનની ગત્ તા. 09ના રોજ રાત્રિના સમયે તબિયત લથડતાં ઉલ્ટી-ઉબકા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પુત્ર રાજેશ દ્વારા જાણ કરાતા એએસઆઇ એસ. એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી આરંભી હતી.


