Monday, August 24, 2026
Homeરાજ્યજામનગરજામનગરના શ્રાવણી મેળાની તૈયારીનો ધમધમાટ - VIDEO

જામનગરના શ્રાવણી મેળાની તૈયારીનો ધમધમાટ – VIDEO

જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રાવણી મેળાની પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. તંત્ર દ્વારા પ્લોટીંગ કામગીરી પુર્ણ કર્યા બાદ રાઇડ સંચાલકો દ્વારા રાઇડો લગાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી તા.1 સપ્ટેમ્બરથી 11 દિવસ માટે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળા માટે ટેન્ડર પ્રક્રિયા સહિતની કામગીરી પુર્ણ કરવામાં આવ્યા બાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પ્લોટની લાઇન દોરીઓ નિશ્ર્ચિત કરી વિવિધ પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા પુર્ણ થતાં રાઇડના સંચાલકો દ્વારા રાઇડો લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નાની-મોટી ચકરડી, બ્રેકડાન્સ, ટોરાટોરા સહિતની અનેક નાની-મોટી રાઇડો સહિતનો માલસામાન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પહોંચી ચુકયો છે. મંડપ તેમજ વિવિધ રાઇડોના પુલ ઉભા કરવા સહિતની કામગીરી શરૂ થઇ ચુકી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular