Monday, July 27, 2026
Homeરાજ્યહાલારદ્વારકાની હોટેલમાં જોડિયાના યુવાનની આત્મહત્યા

દ્વારકાની હોટેલમાં જોડિયાના યુવાનની આત્મહત્યા

જોડિયા તાલુકાના જશાપર ગામમાં રહેતાં યુવાને શનિવારે દ્વારકામાં આવેલી એક હોટેલના રૂમમાં ચાદર વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી. ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં રહેતી યુવતીને તાવ આવ્યા બાદ તબિયત લથડતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જસાપર વિસ્તારમાં રહેતા અંકુર કરસનભાઈ પનારા (ઉ.વ. 33) નામના યુવાને શનિવારે દ્વારકાના રબારી ગેઈટ પાસે આવેલી એક હોટલના રૂમ નં. 406માં પંખા પર ચાદર/બેડ રનર વડે પોતાના હાથે લટકીને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની ધવલ ઘેટિયા નામના યુવાન દ્વારા જાણ કરાતા દ્વારકા પોલીસે હોસ્પિટલે પહોંચી જઇ યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

બીજો બનાવ ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં આવેલા સંજયનગર ખાતે રહેતા રેખાબેન સુનિલભાઈ હરિયાણી (ઉ.વ. 26) નામના મહિલાને તાજેતરમાં તાવ આવ્યા બાદ ઝાડા-ઉલટી થવાના કારણે તેમને સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ સુનિલભાઈ જીવાભાઈ હરિયાણીએ કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મહિલાનો લગ્નગાળો નવ વર્ષનો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular