Thursday, September 10, 2026
Homeરાજ્યજામનગરજામનગરના હર્ષદમિલની ચાલીમાં યુવાનનો આપઘાત

જામનગરના હર્ષદમિલની ચાલીમાં યુવાનનો આપઘાત

નશાની હાલતમાં બકવાસ કરી ઘરેથી નિકળ્યા બાદ મનમાં લાગી આવતા ગળેફાંસો : પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ

જામનગરના હર્ષદમિલની ચાલી, મહાવીરનગરમાં રહેતાં યુવાને નશાની હાલતમાં બકવાસ કરી ઘરેથી નિકળી ગયા બાદ પોતાના મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના હર્ષદમીલની ચાલી, મહાવીરનગર રામદેવપીરના મંદિર પાસે રહેતાં આકાશ બાબુભાઈ ઝાલા (ઉ.વ.28) નામનો યુવાન નશાની હાલતમાં બકવાસ કરી ઘરેથી નિકળી ગયો હતો. ત્યારબાદ તેને મનમાં લાગી આવતા તા.10 ના સાંજના સમયે સમયે પોતાના ઘરની સામે શેરીમાં આવેલ મંદિરની દિવાલમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ અંગે બાબુભાઈ ઝાલા દ્વારા પોલીસને જાણ કરતા સિટી એ હેકો વાય. એન. સોઢા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular