Thursday, September 19, 2024
Homeમનોરંજનયામી ગૌતમ ઉરી ફિલ્મના ડીરેક્ટર સાથે લગ્નના બંધનમાં બંધાઈ

યામી ગૌતમ ઉરી ફિલ્મના ડીરેક્ટર સાથે લગ્નના બંધનમાં બંધાઈ

- Advertisement -

બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમે લગ્ન કરી લીધા છે અને તેણે તેના લગ્નની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. યામીએ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ફિલ્મના નિર્દેશક આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે.યામી અને આદિત્યએ સોશિયલ મીડિયામાં અચાનકથી લગ્નની તસ્વીરો શેયર કરી ફેન્સને સરપ્રાઈઝ આપ્યું છે.

- Advertisement -

2019માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઉરી’માં આદિત્ય તથા યામી ગૌતમે સાથે કામ કર્યું હતું. આદિત્યે આ ફિલ્મને ડિરેક્ટ કરી હતી અને યામી આ ફિલ્મમાં એક્ટ્રેસ હતી. યામી અને આદિત્યએ એક સરખી પોસ્ટ પોસ્ટ શેર કરી છે. તેના લગ્નની તસવીરમાં અભિનેત્રી લાલ રંગની સાડી પહેરેલી જોવા મળી રહી છે.

યામી તથા આદિત્યે પર્શિયર રાઈટર રૂમીની પંક્તિ લખી હતી, ‘તારા પ્રકાશની સાથે, હું પ્રેમ કરતાં શીખી.’ વધુમાં કહેવામાં આવ્યું હતું, ‘અમારા પરિવારના આશીર્વાદની સાથે, અમે આજે પરિવારની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયા. અમે આ ખાસ દિવસ નિકટના તથા પરિવારની સાથે સેલિબ્રેટ કર્યો. આજે અમે મિત્રતા તથા પ્રેમની એક નવી શરૂઆત કરી રહ્યાં છીએ. આ સમયે તમારા પ્રેમ તથા શુભકામનાની જરૂરી છે. પ્રેમ યામી તથા આદિત્ય.’

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular