Thursday, November 7, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા મઝદૂર સંઘ તથા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિ., સિંગચ સોલ્ટ વર્કસ વચ્ચે...

જામનગર જિલ્લા મઝદૂર સંઘ તથા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિ., સિંગચ સોલ્ટ વર્કસ વચ્ચે કામદારોના પગાર વધારાનું સમાધાન

- Advertisement -

ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિ., સિંગચ સોલ્ટ વર્કસમાં કામ કરતાં કામદારોના પગાર તથા અન્ય પ્રશ્ર્નો બાબતે જામનગર જિલ્લા મજદૂર સંઘ મારફત કંપની સમક્ષ સને 2019માં ચાર્ટર ઓફ ડિમાન્ડની નોટીસ આપી તા. 1-1-2017થી પગાર વધારાની માગણી કરવામાં આવી હતી. આ માગણી અંગે જે તે વખતે સમાધાન ન થતાં મજૂર અદાલત સમક્ષ ડિમાન્ડ કેઇસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરીથી ત્રણ વર્ષ માટે પગાર વધારાની માગણી યુનિયન મારફત મૂકવામાં આવી હતી. જેમાં પણ સમાધાન ન થતાં તે ડિમાન્ડ પણ મજૂર અદાલત સમક્ષ ચાલતી હતી.

- Advertisement -

દરમિયાનમાં કંપની અને યુનિયન વચ્ચે અવાર-નવાર વાટાઘાટો અને મિટિંગો થઇ હતી. છેલ્લે બંને પક્ષોએ લંબાણપૂર્વકની વાટાઘાટો બાદ સુખદ સમાધાન થયું હતું. આ સમાધાનમાં વર્ષ 2017થી 2019 સુધીના રૂા. 1800 તથા વર્ષ 2020થી માર્ચ-2025 સુધીના રૂા. 5500નો પગાર વધારો થયો હતો. આ સમાધાન થતાં દરેક કામદારોને આશરે રૂા. 2 લાખ જેટલું એરિયર્સ મળ્યું હતું.

સમાધાનમાં કંપની તરફે બી.સી. રાવલ, રજનીશકુમાર જૈન તથા યુનિયન તરફે હસુભાઇ દવે, અરવિંદભાઇ વ્યાસ તથા પંકજભાઇ રાયચુરાએ વાટાઘાટો કરી હતી. આ સમાધાન થતાં સિંગચ સોલ્ટ તથા આજુબાજુના વિસ્તારના કામદારોમાં હર્ષની લાગણી થઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular