Saturday, June 14, 2025
Homeરાજ્યજામનગરજામનગર વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ થતા કામદારો બેરોજગાર બન્યા - VIDEO

જામનગર વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ થતા કામદારો બેરોજગાર બન્યા – VIDEO

કામદારોને ત્રણ માસનું વેતન ના મળતા કામદારોમાં રોષ : કામદારોએ ઉપરી અધિકારીઓને રજૂઆત કરી : ઉપરી અધિકારીઓએ પણ પગાર ન મળ્યાનો રોષ ઠાલવ્યો

જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ છેલ્લા બે માસથી બંધ થયો છે. કંપની દ્વારા મેન્ટેનસનુ બહાનુ આગળ કરીને કોઈ પણ જાણ વગર પ્લાન્ટ બંધ કરી દીધો છે. પ્લાન્ટ બંધ થતા ત્યાં કામ કરતા કામદારોને છુટા કરવામાં આવ્યા છે. કામદારોને છુટા કરતા કામદારો બેરોજગાર બન્યા છે. સાથે કામદારોને બે માસનુ વેતન આપવામાં આવ્યુ નથી. અને 1 માસથી કામ ના મળતા આર્થિક મુશકેલીમાં મુકાયા છે. પોતાના હકનુ વેતન માંગવા માટે કામદારો દ્વારા કોન્ટ્રાકટર, કંપની અને સરકારી વિભાગને રજુઆત કરી છે. પરંતુ તમામ પાસેથી માત્ર આશ્વાન આપવામાં આવે છે. વેતન અને કામ ના મળતા કામદારોમાં કંપની પ્રત્યે રોષ ફેલાયો છે.

- Advertisement -

જામનગર શહેરમાં કચરામાંથી વિજળી ઉત્પન કરવાનો પ્લાન્ટ થોડા સમય પહેલા શરૂ કરવામાં આવ્યો હતો. મહાનગર પાલિકા અને ખાનગી કંપની દ્વારા એમઓયુ કરીને પ્લાન્ટ શરૂ થયો હતો. પરંતુ કોઈ પણ જાણ વગર આ પ્લાન્ટ કંપની દ્વારા બંધ કરવામાં આવ્યો છે. જે છેલ્લા બે માસથી પ્લાન્ટ બંધ છે. જેમાં કામ કરતા કંપનીના કામદારોને એક માસથી છુટા કરવામાં આવ્યા છે. તેમજ તેમને અગાઉના બે માસનુ વેતન આપવામાં આવ્યુ છે. આશરે 60 જેટલા કામદારો કંપનીમાં કામ કરતા હતા. જે પૈકી અંદાજે 20 જેટલા સ્થાનિક કામદારોનો સમાવેશ થાય છે. કામદારોને તેમને હકના વેતનના પુરતા નાણા ના મળતા કામદારોમાં કંપની પ્રત્યે રોષ ફેલાયો છે. કામ આપવા અને બાકી વેતન ચુકવવા માટે કંપનીને અનેક રજુઆત કરવામાં આવી છે. પરંતુ કંપની દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે. કામદારોને બે માસનુ વેતન અને એક માસથી બેરોજગાર બનતા કામદારો આર્થિક મુશેકલીમાં મુકાયા છે. કોન્ટ્રાકટર પાસે વળતર માંગતા કોન્ટ્રાકટરે પોતાને કંપનીએ વળતર ના આપતા વેતન આપી શકતા નથી. અંદાજે 27 લાખ જેટલી રકમ કંપની દ્વારા ના ચુકવતા કોન્ટ્રાકટર આર્થિક મુશકેલીમાં મુકાયા છે.

- Advertisement -

સમગ્ર મામલે કંપનીમા હાજર રહેલા અધિકારીઓને રજુઆત કરી અધિકારી જણાવ્યુ કે કંપની 60 દિવસથી બંધ થઈ છે. અને હાલ માત્ર 10 જ કર્મચારીઓ ફરજ પર છે. કામદારોને જો ફરી કામ શરૂ થાય તો કામે લેવાશે. અને તેમના વળતર અંગે કંપની પાસે પુરતા નાણા ના હોય તે અંગે સરકાર માટે મદદ માટે રજુઆતો કરી છે. કંપનીને પ્લાન્ટ ચલાવવા માટે મોટો ખર્ચ થતો હોવાથી ખોટ થતી હોય છે. તેથી તે પ્લાન્ટ ચલાવવા સરકાર મદદ કરશે તો પ્લાન્ટને શરૂ કરી શકાશે. હાલ તો 60 દિવસથી પ્લાન્ટ બંધ હાલત છે. અને ફરજ પર રહેલા કર્મચારી, અધિકારીઓને પણ પગાર મળ્યો નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular