ધ્રોલ માર્કેટીંગયાર્ડ નજીકથી સ્થાનિક પોલીસે ત્રણ શખ્સોને રેઈડ દરમિયાન 56 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ કુલ રૂા.30620 ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દરોડાની વિગત મુજબ, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ધ્રોલ માર્કેટીંગ યાર્ડની પાછળ ખંભાલિડા ગામ જવાના જૂના રસ્તે એક શખ્સની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે રેઈડ દરમિયાન જયેશ પોપટ પરમાર, રુખા ઉર્ફે રવિ માયા ઝૂંઝા તથા ભરત ગમારા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ રૂા.25,620 ની કિંમતની 56 નંગ દારૂની બોટલો, રૂા.5000 ની કિંમતનો મોબાઇલ ફોન સહિત કુલ રૂા.30,620 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ સપ્લાયરની શોધખોળ હાથ ધરી હતી.