જામનગરના હાલાર હાઉસ, સ્ટાર એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહને પીએમખર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરાઇ હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં હાલાર હાઉસ, સ્ટાર એપાર્ટમેન્ટ, ઇ-104માં રહેતા મીનાબેન રમેશભાઇ ગરસાણિયા (ઉ.વ.32) નામના મહિલાએ તા. 13ના સાંજના સમયે પોતાના ઘરે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. આ અંગે રમેશભાઇ દ્વારા સિટી ‘બી’ પોલીસને જાણ કરાતા હે.કો. જે. કે. વજગોળ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડયો હતો. આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.


