Monday, September 14, 2026
Homeરાજ્યગુજરાતગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 240 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 240 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

વલસાડના કપરાડામાં સૌથી વધુ 4.45 ઇંચ (113 મીમી) વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગણેશ ચતુર્થીના પર્વે જ રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

- Advertisement -

સૌથી વધુ વરસાદ વાળા વિસ્તારો:

  • વલસાડ: કપરાડા (4.45 ઇંચ), નાનાપોંઢા (3.54 ઇંચ), ધરમપુર (3.43 ઇંચ), વાપી (3.11 ઇંચ)
  • ભરૂચ: વાલિયા (3.82 ઇંચ)
  • બોટાદ: બરવાળા (3.39 ઇંચ)
  • મહેસાણા: બેચરાજી (3.35 ઇંચ)
  • નવસારી: વાંસદા (3.27 ઇંચ)
  • સુરત: ઉમરપાડા (3.03 ઇંચ)
  • પંચમહાલ: ગોધરામાં સવારે 6 થી 8 વાગ્યાના માત્ર બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ.

મધ્ય ગુજરાત અને અમદાવાદ:

  • ખેડાના કપડવંજ અને ખેડા તાલુકામાં 2.56 ઇંચ.
  • અમદાવાદના ધંધૂકામાં 2.13 ઇંચ અને અમદાવાદ શહેરમાં 1.69 ઇંચ વરસાદ નોંધાયો.

હવામાન વિભાગની એલર્ટ અને આગાહી:

  • દક્ષિણ ગુજરાત: ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ.
  • મધ્ય ગુજરાત: વડોદરા સહિતના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર.
  • આગામી 24 થી 48 કલાક સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular