Saturday, September 12, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં 112 જનરક્ષક ગાડીના કર્મચારીને ઝાપટ ઝીકી ફરજમાં રૂકાવટ

જામનગરમાં 112 જનરક્ષક ગાડીના કર્મચારીને ઝાપટ ઝીકી ફરજમાં રૂકાવટ

કેફી પીણુ પીધેલી હાલતમાં બોલાચાલી કરી ઝઘડો : અન્ય એક યુવાનને પણ ધમકી આપી

જામનગરના મીગ કોલોની ચેતન બસ ઓફીસ પાસે એક શખ્સ પીધેલી હાલતમાં બોલાચાલી કરતો હોય ફરિયાદીને ઓફીસ બંધ કરી બાકડા અંદર રાખવા બાબતે બોલાચાલી થઇ હતી. દરમિયાન 112 જન રક્ષકને જાણ કરતા આરોપીને 112 જનરક્ષકના કર્મચારીએ પોલીસ સ્ટેશને લઇ જતાં ગાડીમાં બેસવાનું કહેતા આરોપી ભાગવાનો પ્રયાસ કરતા તેને પકડવા જતાં જન રક્ષકના કર્મચારીને ઝાપટ મારીને તેની ફરજમાં રૂકાવટ કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના ચેતક ટ્રાવેલ્સ એસટી રોડ પાસે રહેતા ઉપેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજાએ સીટી એ ડિવિજન ખોડીયાર કોલોની ન્યુ આરામ કોલોનીમાં રહેતા સંજય પરસોતમ આયલાણી વિરૂઘ્ધ એવી ફરિયાદ નોંધાવી હતી કે તા.11ના ફરિયાદી તેમની ઓફીસે હાજર હોય તેમને ઓફીસ બંધ કરી બાકડા અંદર રાખવા હોય ત્યારે આરોપી સંજય બાંકડા ઉપર બેઠો હતો તેમને ઉભા થવાનું કહેતા ઉશ્કેરાઇ જઇ ફરિયાદી સાથે બોલાચાલી અને ઝઘડો કરી અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઉપરાંત જામનગરના પટેલ પાર્ક આર્શીવાદ દિપ-4માં રહેતા કૌશલભાઇ કિશોરભાઇ સુદાણી નામના યુવાન 112 જન રક્ષક ગાડીમાં ડ્રાઇવર સાથે પોતાની ફરજમાં હોય આરોપી સંજય કેફી પીણુ પીધેલ હાલતમાં ઉપેન્દ્રસિંહ જાડેજા સાથે બોલાચાલી ઝઘડો કરતા હોય જેથી ફરિયાદીએ આરોપી સંજયને પોલીસ સ્ટેશન ખાતે લઇ જવા ગાડીમાં બેસવાનું કહ્યું હતું. આ દરમિયાન આરોપી ભાગવા જતાં ફરિયાદી તેને પકડવા જતાં આરોપીએ ફરિયાદી સાથે ઝપાઝપી કરી અપશબ્દો કહી ઝાપટ મારી ધમકી આપી હતી. આથી આ અંગે કૌશલભાઇ દ્વારા સંજય પરસોતમ આયલાણી વિરૂઘ્ધ ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular