જામનગર શહેરના હર્ષદમીલની ચાલી પાસેના વિસ્તારમાં રહેતી યુવતીએ મુળ મોરબીના હાલ ઉત્તરપ્રદેશના યુવાન સાથે બે માસ પહેલાં લગ્ન કર્યા હતાં અને છેલ્લાં દોઢ માસથી માવતરે રહેતી હતી. પતિ દ્વારા પત્ની ઉપર શંકા-કુશંકા કરી અવાર-નવાર માનસિક ત્રાસ આપતો હોવાથી જિંદગીથી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી પાસે આવેલા પટેલ નગર 1 માં રહેતાં લાખાભાઈ ભાણાભાઈ ગોહિલ નામના પ્રૌઢની પુત્રી પુજાબેન (ઉ.વ.27) નામની યુવતીએ બે માસ પહેલાં મુળ મોરબીના અને હાલ ઉત્તરપ્રદેશના મેરઠમાં રહેતા ભાવેશ ભોળાભાઈ ચાવડા નામના યુવાન સાથે લગ્ન કર્યા હતાં અને યુવતીના લગ્નજીવન બાદ પતિ ભાવેશ દ્વારા પત્ની ઉપર શંકા-કુશંકા કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. જેના કારણે છેલ્લાં દોઢ મહિનાથી યુવતી તેણીના માવતરે જતી રહી હતી તેમ છતાં પતિ ભાવેશ દ્વારા પત્ની ઉપર શંકા-કુશંકા કરી અવાર-નવાર વીડિયો કોલ કરી માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરતો હતો. જેના કારણે પુજાબેનને અવાર-નવાર પતિ દ્વારા વિડિયો કોલ કરી ત્રાસ આપતો હતો. જેથી ફોન ઉપાડતી ન હતી. જેથી પતિ અવાર-નવાર ઝઘડા કરી મરી જવા મજબુર કરતાં પુજાબેને ગઈકાલે સવારના સમયે તેના ઘરે પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
બનાવની મૃતકના પિતા લાખાભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એલ. બી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળતની કાર્યવાહી હાથ ધરી હતી.