ગરમી શરૂ થઈ ગઇ છે ત્યારે લગભગ લોકોની કોમન સમસ્યા છે પરસેવો. ઉનાળાના તાપ અને ગરમીમાં સામાન્ય કરતા વધુ ગરમી અને પરસેવો થતો હોય છે પરંતુ ઘણાં લોકો એવા પણ છે કે જેમને હથેળી અને પગના તળિયામાં કાયમ ખૂબ પસીનો વળતો હોય છે. ત્યારે ચાલો જાણીએ હથેળી અને તળિયામાં પરસેવો શા માટે વળે છે…

સામાન્ય રીતે હાઈપર હાઈડ્રોસિસની સમસ્યા વાળા લોકોને આ લક્ષણ અનુભવાતું હોય છે. જો તમને પણ કોઇ પણ પ્રકારની શારીરિક કસરતો વગર પરસેવો આવી રહ્યો છે તો તમારે સાવધાન થવાની જરૂર છે. હાઈપરહાઈડ્રોસીસના કારણે ફકત ઉનાળામાં જ નહીં પરંતુ શિયાળામાં પણ લોકોને પરસેવો વળે છે.પરસેવાની સાથે છાતીમાં દર્દ અને ઉલ્ટીની સમસ્યા જણાય તો તાત્કાલિક તમારા ડોકટરનો સંપર્ક કરવો જોઇએ. સામાન્ય રીતે શરીરને પાણી પીને હાઈડ્રેટેડ રાખવાથી પરસેવાની સમસ્યાથી બચી શકાય છે. જેમને વધુ પરસેવો આવે છે તેમણે કોફીનું સેવન ટાળવું જોઇએ અને ડોકટરની સલાહ લેવી જોઇએ.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)