Friday, April 26, 2024
Homeરાજ્યજામનગરજામનગરની પાંચ વિધાનસભા બેઠક ઉપર ક્યા ઉમેદવારને કેટલા મત મળ્યા, કોને કેટલી...

જામનગરની પાંચ વિધાનસભા બેઠક ઉપર ક્યા ઉમેદવારને કેટલા મત મળ્યા, કોને કેટલી સરસાઇ મળી ?

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચ્યો છે. સતત 7મી વખત રેકોર્ડ બહુમતિ સાથે સત્તા મેળવી છે. જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી ચાર બેઠકો ઉપર ભાજપાએ જંગી લીડ સાથે વિજય મેળવ્યો છે. જયારે એક બેઠક ઉપર આદ આદમી પાર્ટીએ જીત મેળવી હતી. જામનગર જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો ઉપર યોજાયેલી મતગણતરીના પ્રારંભથી જ ચાર બેઠકો ઉપર ભાજપાના ઉમેદવારોએ શરૂઆતથી જ જંગી બહુમતિ તરફ પ્રયાણ કર્યુ હતું. કાલાવડ વિધાનસભા બેઠક ઉપર મેઘજીભાઇ ચાવડા, જામનગર ગ્રામ્ય બેઠક ઉપર રાઘવજી પટેલ, જામનગર ઉતર વિધાનસભા બેઠક ઉપર રિવાબા જાડેજા, જામનગર દક્ષિણ બેઠક ઉપર દિવ્યશે અકબરી, જામજોધપુર બેઠક ઉપર હેમત ખવા વિજેતા થયા હતા.

- Advertisement -

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો ઉપર તા. 1 અને પાંચ ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. બે તકકકામાં યોજાયેલ મતદાનની આજરોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી હતી. જામનગર જિલ્લાની વાત કરીએ તો પાંચ બેઠક પૈકી ચાર બેઠકો ઉપર ભગવો લહેરાયો હતો. જયારે 1 બેઠક આમ આદમી પાર્ટી જીતવામાં સફળ રહી હતી.

જામનગર જિલ્લાની 76-કાલાવડ વિધાનસભા બેઠક ઉપર કુલ 1,28,992 મત પડયા હતા. જેમાંથી ભાજપાના મેઘજીભાઇ ચાવડાને 59,292 મત, આમઆદમી પાર્ટીના ડૉ. જિગ્નેશ સોલંકીને 43,442 મત, કોંગ્રેસના પ્રવીણભાઇ મુસડીયાને 24,337 મત, બીએસપીના ચૌહાણ મહેન્દ્રને 1256 મત અને અપક્ષ ઉમેદવાર ચૌહાણ પ્રવિણભાઇને 665 મત મળ્યા હતા. જયારે 2127 મત નોટામાં પડયા હતા. આમ ભાજપાના મેઘજીભાઇ ચાવડાનો 15,850 મતે વિજય થયો હતો.

- Advertisement -

જામનગર જિલ્લાની 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ઉપર કુલ 1,62,780 મત પડયા હતા. જેમાંથી ભાજપાના રાઘવજીભાઇ પટેલને 79,439 મત, આમઆદમી પાર્ટીના પ્રકાશભાઇ દોંગાને 31,939 મત, બહુજન સમાજ પાર્ટીના કાસમભાઇ ખફીને 29,162 મત, કોંગ્રેસના જીવણભાઇ કુંભરવડિયાને 18,737 મત, અને અપક્ષ ઉમેદવાર ચાંદ્રા ધર્મેન્દ્રને 660 મત તથા અપક્ષ ઉમેદવાર ભુરાલાલ પરમારને 558 મત મળ્યા હતા. જયારે 2285 મત નોટામાં પડયા હતા. આમ ભાજપાના રાઘવજીભાઇ પટેલનો 47,500 મતે વિજય થયો હતો.

જામનગર જિલ્લાની 78-જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર કુલ 1,53,950 મત પડયા હતા. જેમાંથી ભાજપાના રિવાબા જાડેજાને 88,835 મત, આમઆદમી પાર્ટીના કરશનભાઇ કરમુર 35,265 મત, કોંગ્રેસના સંહ જાડેજા 23,274 મત, બીએસપીના જગદીશ ગઢડવીને 2088 મત અને અપક્ષ ઉમેદવાર અનવર કકકલને 293, કેર રહીમને 114 મત, ચાવડા અશોકને 131 મત, જાહિદ જામીનને 179 મત, મલેક આદિલને 398 મત, મિયા આમીનને 328 મત તથા હિનાબેન મકવાણાને 377 મત મળ્યા હતા. જયારે 2444 મત નોટામાં પડયા હતા. આમ ભાજપાના ઉમેદવાર રિવાબા જાડેજાનો 53,577 મતે વિજય થયો હતો.

- Advertisement -

જામનગર જિલ્લાની 79 વિધાનસભા બેઠક ઉપર કુલ 1,30,633 મત પડયા હતા. જેમાંથી ભાજપાના દિવ્યેશ અકબરીને 86,492 મત, કોંગ્રેસના મનોજભાઇ કથીરિયાને 23,795 મત, આમઆદમી પાર્ટીના વિશાલ ત્યાગીને 16,585 મત, મકુબેન રાઠોડને 866 મત, કમલેશ હિરપરાને ર00 મત, ગોહેલ મુકેશને 260 મત, અફજલ ભાયાને 277 મત, અલીમામદ પાલાણીને 83 મત, કાદરી મહમદ હુશેનને 91 મત, ચૌહાણ જુનેદ અબ્દુલ રઝાકને 1109 મત, ચૌહાણ ભરતને 166 મત, જીતેશ રાઠોડને 121 મત, પટાણી ચંદ્રકાન્તને 205 મત તથા પરમાર અર્જુનને 383 મત મળ્યા હતા. જયારે 2182 મત નોટામાં પડયા હતા. આમ ભાજપાના ઉમેદવાર દિવ્યેશ અકબરીનો 62,697 મતે વિજય થયો હતો.

જામનગર જિલ્લાની 80-જામજોધપુર વિધાનસભા બેઠક ઉપર કુલ 1,48,910 મત પડયા હતા. જેમાંથી આમઆદમી પાર્ટીના હેમતભાઇ ખવાને 7397 મત, ભાજપાના ચીમનભાઇ સાપરિયાને 60,994 મત, કોંગ્રેસના ચિરાગભાઇ કાલરીયાને 13,514 મત, બીએસપીના જુણેજા શબ્બીરન 473 મત, અપક્ષ ઉમેદવાર અબુ ઉમર શિરાને 197, અંબાલાલ વાવેચાને 260 મત, જોષી અમિતને 386 મત, પ્રવિણભાઇ પટેલને 887 મત, બશીર સમાને 80ર મત મળ્યા હતા. જયારે 1543 મત નોટામાં પડયા હતા. આમ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હેમતભાઇ ખવાનો 10,403 મતે વિજય થયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular