Tuesday, April 16, 2024
Homeરાજ્યજામનગરમહારાષ્ટ્રથી ગાંજો જામનગર આવતો’તો, રાજકોટ જિલ્લામાં જ ઝડપાઇ ગયો

મહારાષ્ટ્રથી ગાંજો જામનગર આવતો’તો, રાજકોટ જિલ્લામાં જ ઝડપાઇ ગયો

સિકકા-વાડીનારના બે શખ્સોની ધરપકડ : જામનગરમાં કોને ડિલેવરી આપવાની હતી ? : તે જાણવા બંન્ને શખ્સોના રિમાન્ડ

- Advertisement -

- Advertisement -

રાજ્યભરમાં નશીલા પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સુચના અન્વયે રૂરલ એસઓજીએ ખંઢેરી સ્ટેડીયમ સામે વોચ ગોઠવી ખંભાળિયાના બે શખ્સોને 2 કિલો ગાંજા સાથે ઝડપી લીધા છે પ્રાથમિક તપાસમાં મહારાષ્ટ્રથી લાવી જામનગરમાં કોઈને ડીલીવરી આપવાની કબુલાત આપતા વધુ તપાસ લોધિકા પોલીસને સોપવામાં આવી છે.

રાજકોટ જીલ્લામાં માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી ઉપર વોચ રાખવાની સુચના અન્વયે રૂરલ એસઓજી પીઆઈ એસ એમ જાડેજા અને ટીમ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી આધારે ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ સામે વોચ ગોઠવી બાતમીવાળો જી જે 10 ટી એક્સ 7037 નંબરનો ટૂક પસાર થતા અટકાવી ઝડતી લેતા ની થેલીમાંથી 2 કિલો ગાંજો મળી આવતા ડ્રાયવર સિક્કાના કાસમભાઈ અનવરભાઈ સાઈચા(ઉ.વ.30) અને ખંભાળિયાના વાડીનારના ક્લીનર અસ્લમભાઈ ઈબ્રાહીમભાઈ માણેક(ઉ.વ.20) સામે પડધરી પોલીસ મથકમાં ગુનો નોંધાવી બંનેની ધરપકડ કરી ટ્રક, ગાંજો, ફોન સહીત 15.30 લાખનો સુદામાલ કબજે કર્યો હતો પીએસઆઈ રાણાએ જણાવ્યું હતું કે બંને શખસો મહારાષ્ટ્રથી ગાંજો લઈને આવતા હતા અને જામનગરમાં ડીલીવરી દેવાની હતી તે પૂર્વે તેઓએ મકાઈનો લોટ ત્રંબા પંથકમાં ઉતાર્યો હતો તેઓ જામનગર પહોચે તે પૂર્વે જ દબોચી લીધા હતા જામનગરના કનેક્શન સુધી પહોચવા રિમાન્ડ મેળવવા વધુ તપાસ લોધિકા પોલીસને સોપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular