જામનગર શહેરમાં સતત છેલ્લા ૨૫ વર્ષ સુધી જલારામ જયંતિ અવસરે સમસ્ત લોહાણા સમાજના સમૂહ ભોજન (નાત) નું આયોજન જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ કરવામાં આવી રહયું છે. આ સમિતિના ૧૩ સભ્યો શ્રી જીતુભાઈ લાલ સહિત રમેશભાઈ દતાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, રાજુભાઈ હિંડોચા, મધુભાઈ પાબારી, મનીષભાઈ તન્નાએ ૨૫-૨૫ વર્ષ સુધી આ જવાબદારી વહન કરી રહયા છે. આ તમામ ૧૩ સભ્યોએ સ્વૈચ્છીક નિવૃતી જાહેર કરી ઐતિહાસીક નિર્ણય કરેલ છે અને આ સમિતિના સભ્યો હવે સ્થાપક સભ્યો તરીકે માર્ગદર્શક સેવા આપશે.
તાજેતરમાં જામનગર લોહાણા મહાજનના પ્રમુખપદની જવાબદારી સતત ૨૧ વર્ષ સુધી સંભાળ્યા પછી જીતુભાઈ લાલે આ પદને સ્વૈચ્છીક રીતે છોડી નવી પેઢીને જામનગર લોહાણા મહાજનનું સુકાન સોંપ્યું. એ પછી તાજેતરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે જીતુભાઈ લાલની વરણી થતાં તેઓએ છેલ્લા પચીસ-પચીસ વર્ષથી જામનગર શહેરમાં લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન (નાત) નું આયોજન કરતી જલારામ જયંતિ મહોત્સવ સમિતિની જવાબદારી પણ સ્વૈચ્છીક રીતે છોડીને તમામ ૧૩ નવયુવાન સભ્યોને આ જવાબદારી સુપ્રત કરી છે. આ સમિતિના નવા સભ્યો તરીકે સૌરભ બદિયાણી, ધવલ સોનછાત્રા, નિલ મોદી, રાજુ કાનાબાર, હસિત પોપટ, વ્યોમેશ લાલ, ધૈર્ય મપારા, કૌશલ દતાણી, રાજદિપ મોદી, હિરેન રૂપારેલ, નિશિત રાયઠઠા, વિશાલ પોપટ, રવિ અઢીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્યારના સમયમાં જયારે સામાજીક – સ્વૈચ્છીક સંસ્થાઓમાં પદ લેવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે તેવા સમયે જીતુભાઈ લાલે આ રીતે વધુ એક સંસ્થાની જવાબદારીમાંથી સ્વૈચ્છીક રીતે મુક્ત થઈને યુવા પેઢીને સુકાન સોંપવાનો કરેલો નિર્ણય ઉદાહરણરૂપ બની રહ્યો છે