Monday, August 3, 2026
Homeવિડિઓવિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાલાવડ ખાતે 'નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત' અંતર્ગત...

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાલાવડ ખાતે ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો – VIDEO

1200 થી વધુ કન્યાઓ અને બહેનોએ દેશને નશામુક્ત બનાવવાનો સંકલ્પ લીધો

વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિનીના સંયુક્ત ઉપક્રમે કાલાવડ પ્રખંડ ખાતે ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ સંકલ્પ અભિયાન અંતર્ગત એક વિશાળ અને પ્રેરણાદાયી કાર્યક્રમનું સફળ આયોજન શ્રી કાલાવડ તાલુકા લેઉવા પટેલ સમાજ, હીરપરા કન્યા વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.

- Advertisement -

કાર્યક્રમની શરૂઆત બજરંગદળ વિભાગ સંયોજક સંજયસિંહ કંચવા દ્વારા આચાર પ્રણાલી સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના ટ્રસ્ટીઓ દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું હતું.

- Advertisement -

કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત દુર્ગાવાહિની સૌરાષ્ટ્ર પ્રાંત ટોળી સદસ્ય (વિદ્યાર્થી સંપર્ક પ્રમુખ) કૃપાબેન લાલ દ્વારા વિશેષ બૌદ્ધિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમણે ભારત સામે નશાનું સંકટ, યુવા પેઢી પર તેની ગંભીર અસરો, સરકારી અને સામાજિક પ્રયાસો તેમજ તેના ઉકેલ અને માર્ગદર્શન વિશે વિસ્તૃત માહિતી આપીને સૌને જાગૃત કર્યા હતા. વક્તવ્યના અંતે કૃપાબેન લાલે ઉપસ્થિત તમામ બહેનો અને શ્રોતાઓને દેશને નશામુક્ત બનાવવા માટેના દ્રઢ શપથ લેવડાવ્યા હતા.

કાર્યક્રમના અંતિમ ચરણમાં ઉપસ્થિત તમામ આગેવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ વક્તવ્યમાં જોડાયા હતા અને તેમના પ્રેરણાદાયી માર્ગદર્શનનો લાભ લીધો હતો.

- Advertisement -

આ કાર્યક્રમમાં બજરંગદળ વિભાગ સંયોજક સંજયસિંહ કંચવા, દુર્ગાવાહિની સૌરાષ્ટ્ર પ્રાંત ટોળી સદસ્ય કૃપાબેન લાલ, માતૃશક્તિ સૌરાષ્ટ્ર પ્રાંત ટોળી સદસ્ય હીનાબેન અગ્રાવત, કાલાવડ બજરંગદળ સંયોજક સચિનભાઈ આસરા, સંસ્થાના ટ્રસ્ટીઓ, શાળાના આચાર્ય તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં 1200 જેટલી વિશાળ સંખ્યામાં કન્યાઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ નશામુક્ત ભારતના નિર્માણ માટે શપથ ગ્રહણ કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular