Monday, August 3, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂ અને ચપલા મળી આવ્યા

જામનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂ અને ચપલા મળી આવ્યા

જામનગર શહેરના સ્વામી નારાયણ નગર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં પોલીસે રેઇડ દરમ્યાન 36 બોટલ દારૂ અને 96 નંગ ચપલા સહિતના મુદ્દામાલ સાથે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના સ્વામી નારાયણ નગર, ડ્રીમ સિટી વિસ્તારમાં આવેલા જુવાનસિંહ બહાદૂરસિંહના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ધર્મેન્દ્રસિંહ વાઢેર, નિલેશભાઇ ઠાકરિયા, સાજિદભાઇ બેલિમને મળેલી બાતમીના આધારે પીઆઇ એન. એમ. ગઢવી, પીએસઆઇ એચ. એમ. મહેતા, એએસઆઇ રાજેશભાઇ વેગડ, મુકેશસિંહ રાણા, હે.કો. ઓસમાણભાઇ સુમરા, ક્રિપાલસિંહ સોઢા, સંજયભાઇ પરમાર, પો.કો. જયદીપસિંહ જાડેજા, કલ્પેશભાઇ અઘારા, સાજિદભાઇ બેલીમ, ધર્મેન્દ્રસિંહ વાઢેર, પ્રહલાદસિંહ જાડેજા, રવિકાંતભાઇ રાઠોડ, કપિલભાઇ ગુજરિયા, નિલેશભાઇ ઠાકરિયા સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન તલાશી લેતાં મકાનમાંથી રૂા. 46,800ની કિંમતની 36 બોટલ દારૂ અને રૂા. 28,800ની કિંમતના 96 નંગ ચપલા મળી કુલ રૂા. 75,600ની કિંમતના દારૂ અને ચપલા કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી, પટેલ ચોક વિસ્તારમાં આવેલી પાનની દુકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીઆઇ વી. જે. રાઠોડ તથા સ્ટાફએ રેઇડ દરમ્યાન દુકાનમાંથી જાંબુ તથા પીળા કલરવાળા પ્રવાહીની 38 બોટલ તથા બે નંગ ચપટા મળી કુલ રૂા. 4 હજારનો મુદામાલ કબ્જે કરી ધીરજ ઉર્ફે ભૂપત હરિરામ ચાંદ્રા નામના શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામની ગોળાઇ પાસેથી પીઆઇ એમ. એન. શેખ તથા સ્ટાફે પસાર થતી જીજે10 ડીજે 5149 નંબરની કારને આંતરીને તલાશી લેતાં તેમાંથી રૂા. 10 હજારની કિંમતનો 50 લીટર દેશી દારૂ અને રૂા. 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી આવતા પોલીસે રૂા. 3,20,000ના મુદામાલ સાથે અલ્તાફ કારા મકવાણા અને જહાંગીર રસુલ મકવાણા (રહે. ધ્રોલ) નામના બન્ને શખ્સોને દબોચી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular