Saturday, April 20, 2024
Homeઆંતરરાષ્ટ્રીય"વેક્સિન" - વર્ડ ઓફ ધ યર

“વેક્સિન” – વર્ડ ઓફ ધ યર

ગયા વર્ષનો વર્ડ ઓફ ધ યર પાન્ડેમિક એટલે કે રોગચાળો હતો : વેક્સિન શબ્દને ગયા વર્ષ કરતાં 601 ટકા વધારે વખત સર્ચ કરાયો હતો

- Advertisement -

મરિયમ વેબ્સ્ટરના શબ્દકોષ મુજબ આ વર્ષનો શબ્દ છે વેક્સિન. કંપની કહે છે કે 2020ના મુકાબલે આ શબ્દને 601 ટકા વધારે શોધવામાં આવ્યો હતો. આ શબ્દનો સંસ્કૃત સાથે પણ સંબંધ છે. વેક્સિનને મરિયમ વેબ્સ્ટરે 2021ના વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કર્યો છે. વર્તમાન સ્થિતિનું પ્રતિબિંબ પાડવાના હેતુથી અને તે વર્ષની સ્થિતિને એક જ શબ્દમાં દર્શાવવાના હેતુથી આ શબ્દની વર્ડ ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે. મરિયમ વેબ્સ્ટરના એડિટરે જણાવ્યું હતું કે 2021માં આ શબ્દનો દૈનિક ધોરણે સૌથી વધુને વધુ ઉપયોગ થતો જોવા મળ્યો. આ શબ્દ બે જુદી-જુદી વાર્તાઓ રજૂ કરે છે. એક વિજ્ઞાનની વાર્તા છે જે બતાવે છે કે કેટલી ઝડપથી રસી વિકસાવવામાં આવી. તેની સાથે નીતિ, રાજનીતિ અને રાજકારણના ઝુકાવ અંગે પણ ચર્ચા થઈ છે. આ એક જ શબ્દ બે મહાન ગાથા રજૂ કરે છે. આ પહેલા ઓક્સફર્ડ ડિક્શનરીએ વેક્સ શબ્દની પસંદગી કરી હતી.

- Advertisement -

ગયા વર્ષે મરિયમ વેબ્સ્ટરે પેન્ડેમિક એટલે કે મહામારી કે રોગચાળા શબ્દની વર્ડ ઓફ ધ યર તરીકે પસંદગી કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં બ્રિટનમાં વિશ્ર્વની પહેલી કોરોના રસી લાગી હતી. તેના પછી ન્યૂયોર્કમાં તે જ મહિનામાં રસીકરણનો પ્રારંભ થયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular