
સંત શિરોમણી પ.પૂ. જલારામ બાપાની 227મી જન્મ જયંતિ ગઇકાલે જામનગરમાં જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા રઘુવંશી સમાજ સમુહ ભોજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભકિતભાવ પૂર્વક જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેરમાં જલારામ નગર, પ્રણામી સંપ્રદાય મેદાન, હિરજી મિસ્ત્રી રોડ, નવાનગર બેંક સામે જામનગર ખાતે સમુહ ભોજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌપ્રથમ જલારામ બાપાની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સમુહ ભોજન યોજાયું હતું. આ તકે રાજ્યસભાના સાંસદ પરીમલભાઇ નથવાણી, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, લોહાણા સમાજના અગ્રણીઓ અશોકભાઇ લાલ, વિપુલભાઇ કોટક, દિનેશભાઇ મારફતીયા, જયેશભાઇ મારફતીયા, ડો. દિપક ભગદે, ભરતભાઇ સુખપરીયા, ભરતભાઇ મોદી, અજયભાઇ તન્ના, ભરતભાઇ કાનાબાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


