જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેતાં બેકાર યુવાને દારૂ પીવાની કુટેવને કારણે ઘરમાં થતાં ઝઘડાનું લાગી આવતાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ગોકુલનગર પાણાખાણ શેરી નં.5માં રહેતાં અને મજૂરી કામ કરતાં નિલેશ મંગાભાઇ લીંબડ(ઉ.વ.25) નામના યુવાનને છેલ્લાં થોડા સમયથી કોઇ કામ ધંધો મળતો ન હોવાથી બેકાર હતો અને દારૂ પીવાની કૂટેવ હોવાથી ઘરમાં ઝગડા થતાં હતાં. આ ઝઘડાનું મનમાં લાગી આવતાં મંગળવારે બપોરના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મોત નિપજયું હતું. આ અંગેની મૃતકનાભાઇ ડોલર દ્વારા જાણ કરતાં હેકો. એચ.એ.પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
જામનગર શહેરમાં બેકાર યુવાને ઝઘડાથી કંટાળી જીંદગી ટૂંકાવી
દારૂ પીવાની કૂટેવથી થતા ઝઘડાનું મનમાં લાગી આવ્યું : ગળેફાંસો ખાઇ આત્મહત્યા