જામનગર તાલુકાના દડિયા ગામ પાસે ખેતરેથી ઘર તરફ જતાં બે યુવાનો ઉપર સાતથી આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે હુમલો કરી ચેઇન અને રોકડની લૂંટ ચલાવી હોવાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી ગુનો નોંધવા તજવીજ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના દડિયા ગામ પાસેથી બાઇક પર પસાર થતાં મનુભાઇ લખિયર અને કૌશિકભાઇ લખિયર તેના તરફ જતા હતા ત્યારે સાતથી આઠ જેટલા અજાણ્યા શખ્સોએ બન્નેને આંતરીને લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી રોકડ અને સોનાના ચેઇનની લૂંટ ચલાવી પલાયન થઇ ગયા હતાં. ત્યારબાદ હુમલામાં ઘવાયેલ યુવાનોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે પોલીસે હુમલામાં ઘવાયેલ યુવાનના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
View this post on Instagram


