Friday, October 22, 2021
Homeરાજ્યજામનગરજામનગરના બેડી વિસ્તારના બે માછીમારો લાપતા

જામનગરના બેડી વિસ્તારના બે માછીમારો લાપતા

વોર્ડ નં.1 ના કોર્પોરેટર દ્વારા માછીમારોની શોધખોળ માટે કલેકટરને રજૂઆત

- Advertisement -

જામનગરના વોર્ડ નં.1 ના બેડી વિસ્તારમાં રહેતા અને માછીમારી કરતા બે માછીમારો ગઈકાલે માછીમારી માટે નિકળ્યા બાદ મોડીરાત સુધી પરત ન ફરતા વોર્ડ નં.1 ના કોર્પોરેટર નુરમામદ પલેજા દ્વારા કલેકટરને પત્ર લખી બંને માછીમારોની શોધખોળ કરવા રજૂઆત કરાઇ છે.

જેમાં જણાવ્યું છે કે, વોર્ડ નં.1 ના બેડી વિસ્તારમાં રહેતા અને માછીમારી કરતા જુનસ જુમ્માભાઇ કકલ તથા હનિફ જુમ્માભાઇ કકલ ગઈકાલે સવારે રોઝી બંદર સાઈડ માછીમારી માટે નિકળ્યા હતાં પરંતુ, તેઓ મોડીરાત સુધી પરત ફર્યા ન હતાં અને હજુ સુધી તેમનો કોઇ પતો મળ્યો નથી. આથી કોર્પોરેટર દ્વારા તેઓની તાત્કાલિક ધોરણે શોધખોળ માટે કાર્યવાહી કરવા માંગણી કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular