Homeરાજ્યજામનગરજામનગર માર્કેટિંગ યાર્ડ ખાતે 77 ગ્રામ્ય વિધાનસભા વિસ્તારનુ સ્નેહમિલન યોજાયું- VIDEO

જામનગર માર્કેટિંગ યાર્ડ ખાતે 77 ગ્રામ્ય વિધાનસભા વિસ્તારનુ સ્નેહમિલન યોજાયું- VIDEO

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી જોડાયા, સાંસદ પૂનમબેન માડમની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યકરો અને શુભેચ્છકોનો ઉમટ્યો જનસાગર

ગુજરાત રાજ્યની તમામ વિધાનસભા બેઠકોના ધારાસભ્યો દ્વારા રવિવારે સાંજે દિવાળી અને નૂતનવર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે જામનગર 77 ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જામનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ સ્નેહમિલન સમારોહમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી જોડાયા હતા અને ઉપસ્થિત નાગરિકો તથા કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન અને મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું હતું.

- Advertisement -

આ પ્રસંગે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ ઉપસ્થિત સૌને દિવાળી અને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં જામનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તાર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, સ્થાનિક નાગરિકો, ખેડૂતો, સામાજિક અગ્રણીઓ તેમજ રાઘવજીભાઈ પટેલના શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સ્નેહમિલન સમારોહ દરમિયાન સૌએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ હર્ષોલ્લાસ અને આત્મીયતાભર્યા માહોલમાં કાર્યકરો, આગેવાનો અને નાગરિકો વચ્ચે પરસ્પર મુલાકાત તથા શુભેચ્છાઓની આપ-લે થઈ હતી.

- Advertisement -

પૂર્વ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના આયોજન હેઠળ જામનગર માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલું દિવાળી-નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યકરો અને શુભેચ્છકોની વિશાળ ઉપસ્થિતિને પગલે યાદગાર બની રહ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular