Homeરાજ્યજામનગરજામનગરમાં ડ્રગ્સનો દરોડો પાડવા ગયેલા પોલીસકર્મીઓ ઉપર હુમલો- VIDEO

જામનગરમાં ડ્રગ્સનો દરોડો પાડવા ગયેલા પોલીસકર્મીઓ ઉપર હુમલો- VIDEO

જામનગર શહેર અને જિલ્લામાં વધતા જતાં નશીલા પદાર્થના દુષણને ડામવા માટે એન્ટીનાર્કોટીસ વીંગની ટીમ ગત રાત્રીના સમયે દરોડો પાડવા ગઇ ત્યારે મહિલા સહિત ચાર શખ્સોએ પથ્થર વડે જીવલેણ હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ફરજમાં રૂકાવટ કર્યાના બનાવમાં ઘવાયેલા પોલીસ કર્મીને લોહી-લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

- Advertisement -

દરોડાની વિગત મુજબ જામનગર શહેર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી નશીલા પદાર્થની હેરાફેરી અને વેંચાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ બદી ડામવા માટે પોલીસ દ્વારા વ્યાપક દરોડા પાડી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. દરમિયાન રવિવારે મોડી સાંજના 8-30 વાગ્યાના અસરમાં જામનગરના બાલાજી પાર્ક વિસ્તારમાં મળેલી બાતમીના આધારે એન્ટીનાર્કોટીસ વીંગ દરોડો પાડવા ગઇ હતી. ત્યાં પોલીસે શંકાસ્પદ પડેલા પ્લાસ્ટીકના સિમેન્ટના બાચકા ખોલવાનું જણાવતા મીરા ડામોર, રાધા ડામોર, ઠાકોર ડામોર, ધર્મેન્દ્ર ડામોર સહિતના ચાર શખ્સોએ ઉશ્કેરાઇને એન્ટીનાર્કોટીસ વીંગના દિવ્યરાજસિંહ જાડેજાને બે મહિલાઓએ પકડી રાખી અન્ય બે શખ્સોએ પથ્થર વડે જીવલેણ હુમલો કરી માથાના ભાગે તથા કાન તથા ખભ્ભામાં તથા હાથમાં ગંભીર ઇજા પહોંચાડી હતી. ઉપરાંત અન્ય પોલીસકર્મીને ઢીકાપાટુનો માર માર્યો હતો.

- Advertisement -

રેઇડ કરવા ગયેલા બે પોલીસકર્મી ઉપર થયેલા જીવલેણ હુમલામાં લોહી લુહાણ હાલતમાં પોલીસકર્મી દિવ્યરાજસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા પોલીસકર્મી ઉપર હુમલો કરનાર બે મહિલા સહિત ચાર શખ્સોની શોધખોળ માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યા હતાં. તેમજ પીઆઇ એચ.વી. રાઠોડ તથા સ્ટાફે હુમલામાં ઘવાયેલા દિવ્યરાજસિંહના નિવેદનના આધારે મીરા ડામોર, રાધા ડામોર, ઠાકોર ડામોર, ધર્મેન્દ્ર ડામોર સહિતના ચાર શખ્સો વિરૂઘ્ધ પોલીસકર્મીની હત્યાના પ્રયાસનો અને ફરજ રૂકાવટનો ગુન્હો નોંધી હુમલાખોરોને દબોચી લેવા એકશનમાં આવી ગઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular