પોલીસ શહિદ સ્મૃતિ દિન નિમિતે જામનગર જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે શહિદ પોલીસ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. ડીવાયએસપી આર.બી. દેવધા સહિતના અધિકારીઓ, પોલીસ કર્મચારીઓએ રાષ્ટ્રની સુરક્ષા માટે ફરજ બજાવવામાં પોતાનું જીવન સમર્પિત કરનારા શહિદ બહાદુર પોલીસ કર્મચારીઓને શ્રધ્ધાંજીલ અર્પણ કરવામાં આવી હતી.