આજના યુવાનોમાં કાર અને બાઈકને લઇને ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે ખતરનાક સ્ટંટના નામે તેઓ જીવનના જોખમ લઇને પ્રસિધ્ધી મેળવવા મથી રહ્યા છે. ત્યારે વાત છે બિહારના સમસ્તીપુરની તો એક યુવાનનો ખતરનાક બાઈક સ્ટંટનો એક વીડિયો વાયરલ થયો છે. જેને જોઇને લોકોના ગુસ્સાનો પારો ચડી જાય તેમ છે.
अभी यमराज जी सो रहे है इसीलिए बच गया , पर समस्तीपुर पुलिस क्या इसे देख रही हैं? pic.twitter.com/hAceGCL1gS
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) May 28, 2024
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટવીટર) પર @ChapraZila નામની આઈડી પરથી એક ખતરનાક બાઈક સ્ટંટનો વીડિયો પોસ્ટ કરાયો છે. જેના પરનું કેપ્શન છે ‘અભિ યમરાજજી સો રહે હે ઈસ લિયે બચ ગયા’ પર સમસ્તીપુર પુલીસ કયા ઈસે દેખ રહી હે’ જેમાં યુવાન ચાલતી બાઈક પર ઉભા રહીને બંને હાથ છુટા કરે છે. આગળ ચાલતી બસને પણ બાઈક પરથી ઉભા રહીને ઓવરટેક કરે છે અને પછી પાછું બાઈક પર બેસીને કટ મારતા મારતા બાઈકને ભગાવે છે. આ વીડિયો એટલો ખતરનાક છે કે જોવા વાળાના રૂવાડા ઉભા કરી દે છે. આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા સમસ્તીપુર પોલીસે રીએકટ કરીને તેને પકડીને અનેક ધારાઓ અનુસાર ચલણ કાપ્યું હતું અને કાર્યવાહી પણ કરી હતી.
ખોટી પ્રસિધ્ધી મેળવવાની લ્હાયમાં આજનો યુવાન જે જોખમો ખેડી રહ્યો છે તેને ‘ખબર ગુજરાત’ દ્વારા અપીલ કરવામાં આવે છે કે ખતરનાક બાઈક સ્ટંટ દ્વારા રીલ બનાવવાના મોહમાં પોતાનો અને સામેવાળા નિર્દોષનો જીવ જોખમમાં ના મુકો અને ‘તનથી નહીં મનથી યુવા થા, સંસ્કારના ધનથી યુવા થા’