Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરની પરિણીતાને માર મારી પાંચ લાખની માંગણી કરતાં સાસરિયાઓ

જામનગરની પરિણીતાને માર મારી પાંચ લાખની માંગણી કરતાં સાસરિયાઓ

લગ્નજીવન દરમિયાન ગાળો બોલી પતાવી દેવાની ધમકી : મહિલાના નિવેદનના આધારે પતિ સહિતના છ સાસરિયાઓ વિરૂધ્ધ ફરિયાદ : જામનગરમાં અન્ય યુવતી દ્વારા સાસરિયાઓ વિરૂધ્ધ શારીરિક ત્રાસ અને મારકૂટની ફરિયાદ

- Advertisement -

જામનગરમાં પરસાણાનગર રહેતી પરિણીતાને તેણીના પતિ સહિતના સાસરિયાઓએ મારકૂટ કરી ધમકી આપી પાંચ લાખ રૂપિયાની માંગણી કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી. જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા વિસ્તારમાં રહેતાં પતિ સહિતના સાસરીયાઓ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની યુવતીની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં રામવાડીમાં માવતરે રહેતી નંદનીબેન હરીશભાઇ પરમાર નામની યુવતીના લગ્ન બે વર્ષ પહેલાં સુરેશભાઇ મનસુખભાઈ સોલંકી સાથે થયા હતાં. લગ્નજીવન દરમિયાન જામનગરના પરસાણાનગરમાં રહેતાં પતિ સુરેશ, જેઠ વિશાલ સોલંકી, જેઠાણી મમતોબન વિશાલ સોલંકી, જેઠ અવિનાશ મનસુખ સોલંકી, જેઠાણી સરસ્વતિબેન અવિનાશ સોલંકી અને સાસુ ધારાબેન મનસુખ સોલંકી નામના સાસરીયાઓએ એકસંપ કરી નંદનીબેનને લગ્નજીવન દરમિયાન શારીરિક માનસિક ત્રાસ આપી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી પાંચ લાખ રોકડની માંગણી કરી હતી. ત્યારબાદ માવતરે જતી રહેલી નંદનીબેન દ્વારા પતિ સહિતના સાસરિયાઓ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ એન.એમ. ઝાલા તથા સ્ટાફે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગરમાં નવાગામ ઘેડ માતૃ-આશિષ સોસાયટીમાં રહેતાં ધૃતિબા ભરતસિંહ ચૌહાણના જામનગરમાં રણજીતસાગર રોડ પર રોયલ સ્કૂલની સામેના વિસ્તારમાં રહેતાં ભરતસિંહ ચૌહાણ સાથે લગ્ન થયા હતાં અને લગ્નજીવન દરમિયાન પતિ ભરતસિંહ તથા સસરા અશ્ર્વિનસિંહ ચૌહાણ તથા સાસુ દિપ્તીબા ચૌહાણ, દિયર મિલનસિંહ ચોહાણ, દેરાણી જાનકીબા મિલનસિંહ ચૌહાણ નામના સાસરિયાઓએ એકસંપ કરી ધૃતિબાને સાસરિક માનસિક ત્રાસ આપ્યાની જાણ કરતા પીએસઆઈ એન.એમ. ઝાલા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવહી હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular