Monday, March 17, 2025
Homeરાજ્યજામનગરકોરોના સંક્રમણ અટકાવવા જી.જી. સામેની દુકાનો બંધ કરાવાઇ

કોરોના સંક્રમણ અટકાવવા જી.જી. સામેની દુકાનો બંધ કરાવાઇ

જામનગર શહેર જિલ્લામાં કોરોનાના ભયાનક સંક્રમણને પગલે જી.જી. હોસ્પિટલમાં ઉભરાઇ રહેલા દર્દીઓ તથા તેના સગા-સંબંધીઓના ધસારાને કારણે જી.જી. હોસ્પિટલ પરિસર તેમજ આજુબાજુના વિસ્તારમાં કોરોના સંક્રમણ બેકાબુ થવાની દહેશત ઉભી થઇ છે. આ વિસ્તારમાં સંક્રમણનો વિસ્ફોટ ન થાય તે માટે સાવચેતીના ભાગરુપે જી.જી. હોસ્પિટલ સામે આવેલી દવાની દુકાનો સિવાયની તમામ દુકાનો તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવી છે. હોસ્પિટલ સામે આવેલી આ દુકાનો પર લોકોની ખાસ કરીને દર્દીના સગા-સંબંધીઓની ચીજવસ્તુઓ તેમજ ખાદ્ય પદાર્થો લેવા માટે ભારે ભીડ રહેતી હોય. અહીં કોરોના સંક્રમણ ફેલાવાની શકયતાઓ ખૂબ જ વધી જવા પામી છે. જેને પગલે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. હોસ્પિટલ સામેના દુકાનદારો તેમજ અહીં આવતાં લોકો કોરોનાના સુપર સ્પ્રેડર ન બને તે માટે આ પગલું ખૂબ જ જરૂરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આવતીકાલથી ત્રણ દિવસ માટે શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે હોસ્પિટલ સામે આજથી જ તકેદારીના ભાગરૂપે લોકડાઉનની કવાયત હાથ ધરી દેવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular