આગામી 2024માં લોકસભાની ચૂંટણીમાં વિપક્ષને એકજૂટ કરવાના અભિયાનને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીની તાજેતરની જાહેરાતથી મોટો આંચકો લાગશે. પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આગામી લોકસભાની ચૂંટણીમાં કોઈપણ વિપક્ષી દળ સાથે ગઠબંધન કરવાની શક્યતાઓને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ લોકસભાની ચૂંટણી એકલી જ લડશે. અમે 2024માં લોકો અને અમારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થતું જોઈશું. અમે કોઈ અન્ય રાજકીય પક્ષ કે લોકો સાથે ગઠબંધન નહીં કરીએ. અમે લોકોના ટેકાની તાકાત પર એકલા આ ચૂંટણી લડશું.
ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીના પરિણામોના સંદર્ભમાં, તેમણે કહ્યું, “જેઓ ભાજપને હરાવવા માગે છે, હું માનું છું કે તેઓ અમારી તરફેણમાં મત આપશે. ઉલ્લેખનીય છે કે ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે પેટાચૂંટણી પણ યોજાઇ હતી જેમાં પ.બંગાળમાં ખાતુ ખોલાવતા કોંગ્રેસે ડાબેરીઓના ટેકા સાથે એ બેઠક જીતી લીધી હતી. તેમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થતાં મમતા બેનરજી અકળાયા હતા અને તેમણે આ મામલે કોંગ્રેસ પર જ ભાજપ સાથે સાંઠગાંઠ કરી હોવાનો આરોપ મૂક્યો હતો. પશ્ચિમ બંગાળની સાગરદિઘી