મોટા વડાળા ગામેથી કાલાવડ ગ્રામ્ય પોલીસે ત્રણ શખ્સોને જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.1870 ની રોકડ રકમ, મોટરસાઈકલ સહિત કુલ રૂા.19,870 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જુગાર દરોડાની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામે દેવીપૂજકવાસમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે રેઈડ દરમિયાન બાબુ પોપટ સાડમીયા, વિનોદ ઉર્ફે વિનુ ધારશી સાડમીયા, વિક્રમ બાબુ સાડમીયા નામના ત્રણ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.1870 ની રોકડ રકમ, રૂા.3000 ની કિંમતનો એક નંગ મોબાઇલ ફોન તથા રૂા.15000 ની કિંમતનું મોટરસાઈકલ સહિત કુલ રૂા.19,770 નો મુદ્દામાલ કબ્જે કરી જૂગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.