Friday, April 26, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુરમાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા

દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુરમાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા

ખંભાળિયા બસ સ્ટેન્ડ નજીકથી વૃદ્ધનો મૃતદેહ સાંપડયો : ઠંડીથી મૃત્યુ : આધેડએ તળાવમાં ઝંપલાવ્યું: માનસિક બીમારીથી આપઘાત કર્યો : હૃદયરોગના હુમલાથી પ્રૌઢનું મોત

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં બસ સ્ટેન્ડ પાસેથી ભિક્ષુક વૃધ્ધનું ઠંડીથી મોત નિપજ્યું હતું. ખંભાળિયા નજીક આવેલા વિરમદળ રોડ પરના તળાવમાંથી આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસે ઓળખ મેળવી તપાસ આરંભી હતી. કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામમાં રહેતાં પ્રૌઢને તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

પ્રથમ બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આવેલા બસ સ્ટેશનના ગેટ નજીકથી આશરે 60 થી 65 વર્ષના એક અજાણ્યા ભિક્ષુક પુરૂષનો મૃતદેહ મળી આવ્યાની જાણના આધારે પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તબીબોના પ્રાથમિક તારણમાં વૃધ્ધનું મૃત્યુ બિમારી અથવા ઠંડીના કારણે ઠુઠવાઈ જવાથી થયું હોવાનું જાહેર થયું હતું.

બીજો બનાવ, ખંભાળિયાથી આશરે 10 કિલોમીટર દૂર વિરમદળ રોડ ઉપર આવેલા એક તળાવમાંથી શુક્રવારે બપોરે એક આધેડનો મૃતદેહ સાંપડયો હતો. આ મૃતદેહ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા જીવાભાઈ કરસનભાઈ વાઘેલા (ઉ.વ.52) નામના કોળી આધેડનો હોવાનું ખુલવા પામ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ કારૂભાઈ કરશનભાઈ વાઘેલાએ પોતાના માનસિક બીમારી થી પીડાતા નાનાભાઈ જીવાભાઈ વાઘેલા ગત તા. 1 ના રોજ પોતાના ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર નીકળી ગયા બાદ આ તળાવમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધાની જાણ અહીંની પોલીસને કરી હતી. જેના આધારે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -

ત્રીજો બનાવ, કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે રહેતા જયંતિગીરી રમણીકગીરી રામદતી (ઉ.વ.52) નામના બાવાજી પ્રૌઢને તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા બેશુધ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular