Thursday, August 18, 2022
Homeરાજ્યજામજોધપુરમાં સવા ત્રણ, લાલપુરમાં બે ઇંચ વરસાદ

જામજોધપુરમાં સવા ત્રણ, લાલપુરમાં બે ઇંચ વરસાદ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે ચોમાસાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી છે. જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા વરસી રહ્યા છે અને શહેરી વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડે છે. જામજોધપુરમાં પણ ધોધમાર સવા ત્રણ ઉપરાંત લાલપુર પંથકમાં પોણા બે ઇંચ વરસાદ સાંજ સુધીમાં જ વરસી ગયો હતો. ધ્રોલ-જોડીયામાં અડધો-અડધો ઇંચ અને જામનગર-કાલાવડમાં દિવસ દરમિયાન હળવા ઝાપટા પડયા હતા.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં મેઘસવારી અવિરત રહી હતી. 24 કલાક દરમિયાન જામજોધપુરમાં 83 મી.મી., લાલપુરમાં 46 મી.મી., જોડીયામાં 11 મી.મી.,ધ્રોલમાં 16 મી.મી.,જામનગરમાં 8 મી.મી., કાલાવડમાં 3 મી.મી. વરસાદ વરસ્યો હતો.

ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતાં. ઉપરાંત પીએચસીના આંકડાઓ મુજબ જામનગર તાલુકાના વસઈમાં 7 મી.મી., લાખાબાવળમાં 20 મી.મી., મોટી બાનુગારમાં 10 મી.મી., ફલ્લામાં 7 મી.મી., ધુતારપુરમાં 12 મી.મી., દરેડમાં 15 મી.મી. જોડિયા તાલુકાના હડીયાણામાં 2 મી.મી., કાલાવડ તાલુકાના નવાગામમાં 14 મી.મી., મોટા પાંચદેવડામાં 13 મી.મી., જામજોધપુરના સમાણામાં 6 મી.મી., શેઠવડાળામાં 5 મી.મી., જામવાડીમાં 64 મી.મી., વાંસજાળીયામાં 53 મી.મી., ધુનડામાં10 મી.મી. ધ્રાફામાં 18 મી.મી. પરડવામાં 68 મી.મી., લાલપુર તાલુકાનાના ડબાસંગમાં 33 મી.મી., પીપરટોડામાં 24 મી.મી., મોટા ખડબામાં 38 મી.મી., મોડપરમાં 55 મી.મી., પડાણામાં 15 મી.મી., ભણગોરમાં 58 મી.મી. વરસાદ નોંધાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular