જામનગર તાલુકાના વસઇ નજીક આવેલા જ્યોતિગ્રામ ફિડરમાં ટ્રાન્સફોર્મરમાંથી કોર અને વાઇડિંગની ચોરીના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના વસઇ ગામમાં આવેલા જ્યોતિગ્રામ ફિડર તથા લાખાબાવળના પાટિયા પાસે તેમજ હાઇવે હરિ હોટલ સામેના ફિડર પર બે ટ્રાન્સફોર્મરની અંદરથી અજાણ્યા તસ્કરોએ કોર અને વાઇડિંગ મળી કુલ રૂા. 1,06,000ની કિંમતના સામાનની ચોરી કરી ગયા હતા. આ ચોરી સંદર્ભે ઋષિભાઇ પરમાર દ્વારા જાણ કરાતા એએસઆઇ સી. બી. ગાંભવા તથા સ્ટાફએ ચોરીનો ગુનો નોંધી તપાસ આદરી હતી.


