Thursday, January 27, 2022
Homeરાજ્યગુજરાતરાજ્યના આ શહેરોમાં 5 દિવસ રહેશે કોલ્ડવેવ, ઉત્તરાયણમાં કડકડતી ઠંડી હશે

રાજ્યના આ શહેરોમાં 5 દિવસ રહેશે કોલ્ડવેવ, ઉત્તરાયણમાં કડકડતી ઠંડી હશે

આજે આ વિસ્તારોમાં યલો એલર્ટ

- Advertisement -

જામનગર સહીત ગુજરાતભરમાં બે દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ 16 જાન્યુઆરી સુધી કોલ્ડવેવ રહેશે.  દિવસ દરમિયાન બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, વડોદરા, ભાવનગર, અમરેલી, જુનાગઢ, કચ્છમાં ગાત્રો થિજાવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. 16મી જાન્યુઆરી સુધી રાજ્યમાં 10 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન રહેશે. એટલે કે ઉત્તરાયણના દિવસે પણ ઠંડી રહેશે.

- Advertisement -

આજે પણ રાજ્યના અંદાજે 10થી વધુ શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડીગ્રીથી પણ નીચે આવી ગયો હતો. નલિયા 6.2 ડીગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જૂનાગઢ શહેરમાં લઘુતમ તાપમાન 7 ડીગ્રી અને ગિરનાર પર 2 ડીગ્રી નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના યલો એલર્ટ હેઠળના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.

ઉત્તરાયણ બાદ ફરી એક વખત 16થી 18 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ દરમિયાન કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં કાતિલ ઠંડી પડી શકે છે અને જેના કારણે યલો એલર્ટ રહેશે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતભરમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular