Thursday, June 17, 2021
Homeઆંતરરાષ્ટ્રીયપોતાની અંતિમવિધિમાં કોણ-કોણ આવે છે તે જોવા મહિલાએ મોતનું રીહર્સલ કર્યું

પોતાની અંતિમવિધિમાં કોણ-કોણ આવે છે તે જોવા મહિલાએ મોતનું રીહર્સલ કર્યું

- Advertisement -

- Advertisement -

અત્યાર સુધી તમે લોકોને ડાન્સ કે અન્ય પરફોર્મન્સ માટેની રીહર્સલ કરતા હોવાનું સાંભળ્યું હશે. પરંતુ ક્યારેય મોતનું રીહર્સલ સાંભળ્યું છે ? ચિલીની એક મહિલાએ પોતાના મોતનો ડ્રામા કર્યો અને પોતાની બનાવટી અંતિમવિધિ પણ કરાવી નાખી. 

મયરા એલોંઝો નામની 59 વર્ષની મહિલાએ તેના અંતિમ સંસ્કાર રિહર્સલ રાખવાનું નક્કી કર્યું. અને કલાકો સુધી તે કોફીનમાં રહી. અને મરી ગયાની એક્ટિંગ કરતી રહી. તેણે આ બધું બસ એટલા માટે કર્યું કે તે જોવા માગતી હતી કે તેની અંતિમવિધિમાં કોણ-કોણ આવે છે? આ ડ્રામામાં તેના પરિવારજનો અને ફ્રેન્ડ્સે પણ તેને સાથ આપ્યો. તેની બનાવટી અંતિમવિધિ દરમિયાન તેના પરિવારજનો નકલી આંસુ પણ સારી રહ્યાં હતાં.

- Advertisement -

માયરા અલોન્જો નામની 59 વર્ષની આ મહિલા સેન્ટિયાગો શહેરમાં રહે છે. છેલ્લા કેટલાક મહિનાથી તે કોરોનાથી થતાં મોત જોઇને પોતાની અંતિમવિધિ વિશે વિચારવા માંડી હતી. તેને એવું લાગવા માંડ્યું હતું કે બધું આમ જ ચાલતું રહ્યું તો તેની અંતિમવિધિમાં કોઇ નહીં આવે. માટે તેણીએ મોતનું રીહર્સલ કર્યું. અને તેમાંઅંદાજે 1લાખ રૂપિયાનો ખર્ચ પણ કર્યો.માયરા કહ્યું હતું કે રોગચાળા દરમિયાન થયેલા મૃત્યુથી તેણીને જીવનને નકલી અંતિમ સંસ્કાર સાથે ઉજવવા પ્રેરણા આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular