Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં પરિણીતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી

જામનગર શહેરમાં પરિણીતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી

- Advertisement -

જામનગર શહેરના ધરારનગરમાં રહેણી પરિણીતાને તેણીના લગ્નજીવનના 11 વર્ષ દરમિયાન પતિ તથા સાસુએ અવાર-નવાર શારીરિક માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકયાની ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગરમાં માવતરે રહેતાં નઝમાબેન હબીબભાઈ ખીરા નામની મહિલાને તેણીના લગ્નજીવનના અગિયાર વર્ષ દરમિયાન પતિ હબીબ સુલતાન ખીરા અને સાસુ આયશાબેન સુલતાનભાઇ ખીરા દ્વારા અવાર-નવાર નાની નાની વાતોમાં ઘરકામ બાબતે વાંક કાઢી ગાળો બોલી મારકૂટ કરતાં હતાં અને શારીરિક-માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ માવતરે રહેતી નઝમાબેન દ્વારા ત્રાસ આપતા પતિ અને સાસુ વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એમ.એન.ઝાલા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular