Thursday, April 18, 2024
Homeરાજ્યગુજરાતવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

હોસ્પિટલે ઈજાગ્રસ્તોના ખબર-અંતર પૂછયા : મુખ્યમંત્રી તેમજ મંત્રઓ અને વહીવટી તંત્ર સાથે બેઠક યોજી

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મોરબીમાં સર્જાયેલી દૂર્ઘટના સ્થળની જાત મુલાકાત લઇને ઘટનાની સંપૂર્ણ વિગતો મેળવી હતી. તેઓ આ દૂર્ઘટનામાં ઇજાગ્રસ્ત હતભાગીઓને પણ હોસ્પિટલમાં મળ્યા હતા અને તેમની સારવાર-સુશ્રુષાની માહિતી ઇજાગ્રસ્તો સાથે વાતચીત કરીને જાણી હતી.

- Advertisement -

વડાપ્રધાનએ મોરબીમાં જ એક ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ, સચિવો અને જિલ્લા વહિવટી તંત્ર સાથે યોજીને આ દૂર્ઘટના સંદર્ભમાં મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા. વડાપ્રધાનએ આ સમગ્ર ઘટનાની સ્વતંત્ર અને ઝીણવટ પૂર્વક તપાસ થાય તેવા સ્પષ્ટ દિશાનિર્દેશ આપતાં કહ્યું કે, આ તપાસમાં બધા જ સંબંધિત વિભાગો અને સંબંધિત એજન્સીઓ તપાસ સમિતિને સંપૂર્ણ સહયોગ કરે તે સુનિશ્ચિત કરવામાં આવે. એટલું જ નહિ, તપાસ સંદર્ભમાં જરૂરી બધો જ ડેટા પણ ત્વરિત ઉપલબ્ધ કરાવવામાં આવે તેમ તેમણે જણાવ્યું હતું.

વડાપ્રધાનએ આ દૂર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત લોકોના અસરગ્રસ્ત પરિવારો તથા ઇજાગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ સદભાવ દાખવી બધી જ જરૂરી મદદ-સહાય ત્વરાએ મળે તે સુનિશ્ચિત કરવા માટે પણ સૂચનો કર્યા હતા. વડાપ્રધાનએ આ દૂર્ઘટનામાં બચાવ-રાહત કામગીરીથી લઇને જે પણ રાહત-સારવાર સહિતની કાર્યવાહી થઇ છે તેનું વિસ્તૃત વિવરણ કરતું ડોક્યુમેન્ટેશન તૈયાર કરવા સૂચવ્યું હતું.

- Advertisement -

આવું ડોક્યુમેન્ટેશન ભવિષ્યમાં સંભવિત આપદા પ્રબંધન માટે કે કોઇ આપત્તિના નિવારણમાં બચાવ-રાહત માટે રાજ્ય સરકાર અને વહિવટીતંત્રને ઉપયોગી થઇ શકે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. વડાપ્રધાન સાથેની આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શ્રમ રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, સાંસદો મોહનભાઇ કુંડારિયા, વિનોદ ચાવડા તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, મોરબીમાં ખાસ ફરજ પર મોકલવામાં આવેલા રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો, મોરબી તથા રાજકોટના જિલ્લા કલેકટરઓ અને પોલીસ અધિક્ષક સહિત સંબંધિત અધિકારીઓ જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular