Monday, June 8, 2026
Homeવિડિઓઅધિક માસ નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં સોમવારે ઉજવાશે ભગવાન શ્રીકૃષ્ણનો ભવ્ય જન્મોત્સવ -...

અધિક માસ નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં સોમવારે ઉજવાશે ભગવાન શ્રીકૃષ્ણનો ભવ્ય જન્મોત્સવ – VIDEO

મંગલા આરતીથી મધ્યરાત્રિના જન્મોત્સવ સુધીનું વિશેષ સમયપત્રક જાહેર

અધિક માસના પાવન અવસરે તારીખ ૮ જૂન, ૨૦૨૬ના રોજ જગતપ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશના જન્મોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પવિત્ર અવસરને લઈ મંદિર પ્રશાસન દ્વારા આરતી અને દર્શનનું વિશેષ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisement -

ભક્તો દિવસભર વિવિધ દર્શન અને ધાર્મિક કાર્યક્રમોનો લાભ મેળવી શકશે. સવારે મંગલા આરતીથી લઈને મધ્યરાત્રિના જન્મોત્સવ સુધી મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાશે.

- Advertisement -

વિશેષ સમયપત્રક

સવારે ૦૫:૩૦ કલાકે મંગલા આરતી

- Advertisement -

સવારે ૦૫:૩૦ થી ૦૮:૦૦ સુધી મંગલા દર્શન

સવારે ૦૮:૦૦ થી ૦૮:૪૫ સુધી ખુલ્લા પડદે ભગવાન દ્વારકાધીશનો દિવ્ય અભિષેક

સવારે ૧૦:૩૦ કલાકે શૃંગાર આરતી

બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે

બપોરે ૦૧:૦૦ થી સાંજે ૦૫:૦૦ સુધી મંદિર મંગલ (બંધ) રહેશે

સાંજે ૦૫:૦૦ કલાકે ઉત્થાપન દર્શન

રાત્રે ૦૯:૦૦ વાગ્યા સુધી દર્શનનો લાભ મળશે

રાત્રે ૦૯:૦૦ થી ૧૨:૦૦ સુધી મંદિર બંધ રહેશે

રાત્રે ૧૨:૦૦ કલાકે ભગવાન શ્રી દ્વારકાધીશના જન્મોત્સવની ભવ્ય ઉજવણી શરૂ થશે

મંદિર પ્રશાસન દ્વારા તમામ વૈષ્ણવ ભક્તો અને ભાવિકોને આ પાવન ઉત્સવમાં સહભાગી બની ભગવાનના જન્મોત્સવના દિવ્ય દર્શનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular