Sunday, April 11, 2021
Homeરાજ્યગુજરાતમોટાભાઈએ નાના ભાઈને નવજીવન આપવા કર્યું આ માનવતાનું કામ

મોટાભાઈએ નાના ભાઈને નવજીવન આપવા કર્યું આ માનવતાનું કામ

- Advertisement -

રાજકોટ શહેરમાં રહેતા એક પરિવારના બે ભાઈઓ પૈકી મોટાભાઈનું નાના ભાઈ પ્રત્યે સમર્પણ જોઈ સૌ કોઈ તેમની માનવતાના વખાણ કરી રાખ્યા છે. રાજકોટના મવડી પ્લોટ નજીક રહેતા હરિભાઈ સુરાણીએ નાનાભાઈ હરસુખ સુરાણીને પોતાની કિડની દાન કરી છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

- Advertisement -

રાજકોટ શહેરના મવડી પ્લોટ વિસ્તારનાં સંસ્કાર સીટી હાઇટ્સ ખાતે રહેતા એક પરિવારમાં 5 ભાઈઓ છે જે પૈકી સૌથી મોટાભાઈ હરિભાઈએ પોતાના ત્રીજા નંબરના નાનાભાઈ હરસુખ સુરાણીને પોતાની કિડની દાન કરી છે. હરસુખભાઈ રાજકોટમાં ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે. પરંતુ ત્રણ વર્ષ પહેલાં તેમને ફ્રેક્ચર થયા બાદ શરીરમાં કિડનીની તકલીફ પણ સામે આવી હતી. અને કોવિડ આવ્યાં પહેલાનાં એક વર્ષથી તેમની કિડનીમાં ડાયાલીસીસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તેમજ બન્ને કિડનીમાં આ અસર જોવા મળી હતી. તેનું આ દુઃખ મોટાભાઈ હરીભાઈથી જોવાતું નહોતું. જેને લઈને તેમણે નાના ભાઈને કિડની ડોનેટ કરવાનો નિર્ણય કર્યો હતો. મંગળવારે અમદાવાદ ખાતે જ સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ બંને ભાઈઓની તબિયત બિલકુલ સ્વસ્થ છે. કિડની ડોનર હરીભાઈને જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જ્યારે તેમના નાનાભાઈને 10 દિવસ માત્ર ઓબઝર્વેશન માટે આઈસીયુમાં રાખવામાં આવનાર છે.

અંતે ઉલ્લેખનીય છે કે આજના યુગમાં પરીવારના ભાઈઓ મિલકત સહીતની  અનેક બાબતો માટે ઝઘડા કરતા હોય છે. અને પોતાના જ પરિવાર ઉપર કેસ સહીતની કાર્યવાહી કરતા હોય છે. ત્યારે રાજકોટના આ પરિવારના ભાઈઓને રામ-લક્ષ્મણની જોડી ગણાવી બિરદાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular