Friday, March 29, 2024
Homeરાજ્યગુજરાતલોકમેળા અંગેનો નિર્ણય રાજય સરકાર લેશે: સરકારે કહ્યું

લોકમેળા અંગેનો નિર્ણય રાજય સરકાર લેશે: સરકારે કહ્યું

- Advertisement -

જામનગર-રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના લોકમેળાઓ યોજવા કે નહીં? તે હાલમાં નકકી ન થઇ શકે. કેમ કે, તમામ તંત્રો અત્યારે કોરોનાની ત્રીજી સંભવિત લહેરની તૈયારીઓમાં વ્યસ્ત છે અને તહેવારો ઓગસ્ટના અંતમાં હોય આગામી મહિને લોકમેળાઓ અંગે સરકાર પુખ્ત ચર્ચાવિચારણાને અંતે નિર્ણય લેશે. એવો સંકેત મુખ્યમંત્રીએ આપ્યો છે. દરમ્યાન રાજકોટના કલેકટરે મેળા યોજવા અંગે ના પાડી છે અને કહ્યું છે કે, આ અંગે આખરી નિર્ણય ગાંધીનગર લેશે.

- Advertisement -

રાજકોટનો પ્રસિદ્ધ લોકમેળો આ વર્ષે પણ નહિ યોજાય તેવી શક્યતાઓ છે. આ મામલે જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું છે કે, લોકમેળા અંગેનો નિર્ણય સ્થાનિક કક્ષાએ નહિ લેવાય સરકારની ગાઈડલાઈનને અનુસરીને જ બધો નિર્ણય લેવાશે. હાલ તો તંત્ર ત્રીજી લહેરની તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં આવ્યા હતા અને તે સમયે કહ્યું હતું કે, હાલ કેસ કાબૂમાં છે અને રોજના 30થી ઓછા કેસ આવી રહ્યા છે પણ હજુ કોરોના ખતમ નથી થયો અને ત્રીજી લહેર આવવાની શક્યતા છે. સમય અને સાનુકૂળ પરિબળોને આધારે સરકાર નિર્ણય લેશે. પણ ભીડ એકત્ર ન થાય તેની ચિંતા પહેલી રહેશે તે માટે કદાચ મેળાઓ ન પણ થાય.

જન્માષ્ટમીનો તહેવાર ઓગસ્ટ માસના અંતમાં આવી રહ્યો છે અને કેટલાક તજજ્ઞો ત્યારે ત્રીજી લહેર આવી શકે છે તેમ કહી રહ્યા છે. આ કારણે આ વર્ષે પણ મેળા ન થાય તેવી સંભાવના છે. જોકે હજુ સુધી ત્રીજી લહેરના કોઇ લક્ષણ દેખાઇ રહ્યા નથી અને ઓગસ્ટ માસમાં પણ આવી જ સ્થિતિ રહે તો સરકાર ફેરવિચાર કરી શકે તેવી પણ એક શક્યતા જણાવી છે.

- Advertisement -

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હાલ કોલેજ અને ધો. 12ના વર્ગ ચાલી રહ્યા છે. આઈસીએમઆરે પણ પ્રાથમિક શાળાઓ અંગે વાત કરી છે. હાલનું નોટિફિકેશન 30 તારીખ સુધીનું છે આગામી દિવસોમાં કેબિનેટમાં તેમજ અધિકારીઓ તેમજ તજજ્ઞો સાથે ચર્ચા કરીને પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular