Thursday, March 28, 2024
Homeરાષ્ટ્રીયભારતના આ 5 રાજ્યોમાં કોરોનાની રસી સૌથી વધુ બરબાદ થઇ

ભારતના આ 5 રાજ્યોમાં કોરોનાની રસી સૌથી વધુ બરબાદ થઇ

- Advertisement -

દેશમાં છેલ્લા ઘણા સમયથી કોરોના રસીકરણનો પ્રારંભ થઇ ચુક્યો છે. પરંતુ દેશમાં સરેરાશ 6.5 % કરતા પણ વધારે ડોઝ બારબાદ થઇ રહ્યા છે. 15 માર્ચ સુધી વિશ્વમાં કોરોના રસીના 83.4 ડોઝ આપવામાં આવ્યા જેમાંથી 36 ટકા એકલા ભારતમાં આપવામાં આવ્યા છે. કેન્દ્ર દ્રારા કોરોના રસીનો યોગ રીતે ઉપયોગ કરવાની અપીલ કરી છે.

- Advertisement -

ભારતમાં કોરના રસીકરણમાં સરેરાશ 6.5 ટકા ડોઝ બરબાદ થઈ રહ્યા છે. તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને જમ્મુ કાશ્મીરમાં રસીના ડોઝની બરબાદી રાષ્ટ્રીય સરેરાશથી 6.5 ટકા વધારે છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, અત્યાર સુધી દેશમાં 3.51 કરોડ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે જેમાં 1.38 કરોડ ડોઝ 45થી 60 વર્ષની વચ્ચે ગંભીર બીમારી ધરાવતા લોકોને અને 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને આપવામં આવી છે.

સ્વાસ્થ્ય સચિવે વધુમાં જણાવ્યું કે, 15 માર્ચ સુધી વિશ્વમાં કોરોના રસીના 83.4 ડોઝ આપવામાં આવ્યા જેમાંથી 36 ટકા એકલા ભારતમાં આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું, રાજ્યોને મેસેજ આપવામાં આવ્યો છે કે કોરોના રસી કિંમતી છે. આ લોકોના સ્વાસ્થ્ય માટે છે માટે તેનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ, રસીની બરબાદીને મોટા પાયે રોકવાની જરૂરત છે. રસી બરબાદી ઓછી થશે તો તમે વધારે લોકોને રસી આપી શકશો અને તેનાથી કોરોનાની ચેન તોડવાની સંભાવના વધી જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular