Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં હાલાર સર્વજીવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 23મો સમુહ લગ્નોત્સવ યોજાયો -...

જામનગરમાં હાલાર સર્વજીવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 23મો સમુહ લગ્નોત્સવ યોજાયો – VIDEO

સર્વજ્ઞાતિની 51 દિકરીઓએ પ્રભુતામા પગલા માંડયા : સાથે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

- Advertisement -

જામનગરમાં હાલાર સર્વજીવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 23મો સર્વજ્ઞાતિય સમુહ લગ્ન યોજાયો હતો. આ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવમાં 51 દિકરીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતાં.

- Advertisement -

સર્વજ્ઞાતિય આ સમુહ લગ્નોત્સવમાં પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, ભીખુભાઇ વારોતરીયા, જીતુભાઇ લાલ તથા સુભાષભાઇ પાલા સહિતના હોદેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ સંસ્થા દ્વારા દરવર્ષે સર્વજ્ઞાતિની દિકરીઓ માટે સમુહ લગ્નનું આયોજન થાય છે. ત્યારે સતત આ 23મો સમુહ લગ્નોત્સવ કાર્યક્રમ છે. આ સાથે-સાથે સંસ્થા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
સંસ્થાના સ્થાપક સ્વ. ધનજીઅદાની પ્રેરણાથી સંસ્થાના પ્રમુખ એપીએમસી હાપા-જામનગરના ડાયરેકટર્સ એવા પ્રવિણસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને તેમના માર્ગદર્શન નીચે સંસ્થાના સંચાલક શાસ્ત્રી દિપકભાઇ (શ્રીમદ્ ભાગવત કથાકાર) અને તેમની ટીમ દ્વારા આ લગ્નોત્સવ અને કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular