Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરરાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયં સેવકોએ ભીમવાસમાં ગળાડૂબ પાણી વચ્ચે કરી અનોખી...

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયં સેવકોએ ભીમવાસમાં ગળાડૂબ પાણી વચ્ચે કરી અનોખી સેવા

મહિલા વૃધ્ધાનું મૃત્યુ થતા વિધીવત રીતે સબને બહાર કાઢી પરિવારને સોંપ્યું

- Advertisement -

સમગ્ર રાજ્યમાં સ્થિતિ વરસી રહી છે ત્યારે સમગ્ર રાજ્ય પર મેઘતાંડવ થઈ રહ્યો છે. છેલ્લાં ચાર દિવસથી સતત મેઘરાજાએ માજા મૂકી છે. ત્યારે જુદી જુદી સંસ્થાઓ અને સામાજિક ધાર્મિક સંગઠનો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ ફુડ પેકેટ વિતરણ અને સ્થળાંતરની કામગીરી તો કરી જ છે. પરંતુ સાથે સાથે શહેરના ભીમવાસમાં એક અનોખી સેવા કરીને માનવતાનું ઉદાહરણ પૂરુ પાડયું હતું.

- Advertisement -

જામનગરના ભીમવાસ વિસ્તારમાં સેવાકાર્ય દરમિયાન કાર્યકર્તા પાસેથી મળતી માહિતી મુજબ, ગોરીબેન સોમાંભાઈ રાઠોડ નામના મહિલા વૃદ્ધાનું મૃત્યુ થયું હોય. આ પુર જેવી સ્થિતિમાં બે દિવસથી તેમનો સબ ઘરમાં પડી રહ્યો હોય. આ વિષય ધ્યાને આવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ગળાડૂબ પાણીમાં ઉતરીને સબને વિધિવત રીતે સુરક્ષિત બહાર કાઢી તેમના પરિવારજનોને જાણ કરી સોંપવામાં આવ્યો હતો.

આ તકે મુખ્ય સ્થાનિક કાર્યકર્તાઓ માનવભાઈ અઘેરા, તેમજ સ્વયંસેવકો મિતભાઈ કાલરીયા, કર્મભાઈ ઢેબર, જસ્મીનભાઈ વ્યાસ, ઉદયભાઈ જોશી, ઉદયભાઈ ચુડાસમા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને આ અનોખી સેવા કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular