Thursday, April 18, 2024
Homeરાજ્યજામનગરજુનિયર કલાર્કની પરિક્ષાનું પેપર લીક થતાં વિદ્યાર્થીઓનો હોબાળો

જુનિયર કલાર્કની પરિક્ષાનું પેપર લીક થતાં વિદ્યાર્થીઓનો હોબાળો

- Advertisement -

ગઇકાલે પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પેપર લીક થતાં પરીક્ષા રદ્ કરવામાં આવી હતી. જેને લઇ જામનગરમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પાંચ માગણીઓને લઇ આવેદનપત્ર પાઠવાયું હતું.

- Advertisement -

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે લેવાનારી જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટતાં પરીક્ષા મોકુફ રહેતા પરીક્ષાર્થીઓમાં ભારે દેકારો બોલી ગયો હતો. પેપર ફૂટતાં પરીક્ષા રદ્ રહેતા જામનગરમાં એસ.ટી. બસ સ્ટેશને ઉમેદવારોની ભીડ ઉમટી પડી હતી અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે એસ.ટી. ડેપો અને પરીક્ષા કેન્દ્રો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

પરીક્ષાનું પેપર રદ્ થતાની સાથે પરીક્ષાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું તો બીજીતરફ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ પાંચ માગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. એબીવીપી દ્વારા 24 કલાકમાં પરીક્ષાની નવી તારીખ ઘોષિત કરવી, 20 દિવસની અંદર ફરી પરીક્ષા યોજવી, પરીક્ષા માટે પરીક્ષાર્થીઓની આવશ્યકત વ્યવસ્થાઓ જેવી કે, યાત્રા, આવાસ તથા ભોજનની વ્યવસ્થાની જવાબદારી રાજ્ય સરકાર લે, પેપરલીક પ્રકરણની તપાસ એસઆઇટી કરે અને જવાબદારો ઉપર રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરી. ફાસ્ટટ્રેક કોર્ટમાં જાહેર કરાવી આરોપીઓને તાત્કાલિક ધોરણે સખત સજા આપવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular