Thursday, June 1, 2023
Homeસ્પોર્ટ્સદક્ષિણ આફ્રિકાએ ટી-20નો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો

દક્ષિણ આફ્રિકાએ ટી-20નો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો

- Advertisement -

સાઉથ આફ્રિકાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આફ્રિકાની ટીમે ટી-20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં સૌથી મોટા સ્કોરનો ચેઝ કર્યો છે. સેન્ચુરિયનના ગ્રાઉન્ડ પર રવિવારે સાંજે ત્રણ મેચની ટી-20 સિરીઝની બીજી મેચમાં સાઉથ આફ્રિકાએ વેસ્ટઈન્ડિઝને 6 વિકેટે હરાવ્યું છે. વન-ડે ક્રિકેટમાં સૌથી મોટા રન ચેઝનો રેકોર્ડ પણ સાઉથ આફ્રિકનટીમના નામે જ નોંધાયેલો છે. આ ઐતિહાસિક જીતમાં રીઝા હેનરિક અને ક્વિન્ટન ડિ કોકે મહત્વની ભૂમિકા ભજવી હતી. હેનરિચે 28 બોલમાં 68 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. જ્યારે ડિ કોકે 44 બોલમાં સદી ફટકારી હતી. આ તેની પહેલી સદી છે.
રવિવારે રમાયેલી આ મેચમાં વેસ્ટઈન્ડિઝે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટે 258 રનનો મહાકાય સ્કોર બનાવ્યો હતો. આફ્રિકાની ટીમના બેટર્સે 259 રનનો ટાર્ગેટ 7 બોલ બાકી રહેતા ચેઝ કર્યો હતો. આ જીત સાથે સિરીઝ 1-1ની બરાબરી પર આવી ગઈ છે. સાઉથ આફ્રિકાએ બુલ્ગેરિયાનો રેકોર્ડ તોડ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular