Sunday, December 5, 2021
HomeબિઝનેસStock Market Newsવિદેશી સંસ્થાકીય અપેક્ષિત નફારૂપી વેચવાલીના કારણે ભારતીય શેરબજારમાં સરેરાશ 1766 પોઈન્ટનો નોંધપાત્ર...

વિદેશી સંસ્થાકીય અપેક્ષિત નફારૂપી વેચવાલીના કારણે ભારતીય શેરબજારમાં સરેરાશ 1766 પોઈન્ટનો નોંધપાત્ર કડાકો..!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૧૧.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૬૩૬.૦૧ સામે ૫૯૭૧૦.૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૦૧૧.૯૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૭૬૬.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૭૦.૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૪૬૫.૮૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૯૨.૯૦ સામે ૧૭૭૯૭.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૩૦૧.૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૦૩.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૪૩.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૪૪૯.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગ શરૂઆત સાવચેતી સાથે થઈ હતી. કોરોના સંક્રમણ યુરોપના ઘણાં દેશોમાં ફરી વધવા લાગતાં અને વિશ્વભરને ફુગાવો – મોંઘવારીનો દાનવ દઝાડવા લાગ્યો હોઈ વૈશ્વિક અર્થતંત્ર માટે મોટી ચિંતા ઊભી થઈ હોઈ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ખેલંદાઓએ સાવચેતીમાં શેરોમાં તેજીનો વેપાર સતત હળવો કરવાનું ચાલુ રાખ્યું હતું. ગત સપ્તાહે કૃષિ કાયદા ઉપર સરકારની પીછેહટ, પેટીએમના મેગા આઈપીઓ ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થયા બાદ સતત ઓફલોડિંગ – વેચવાલી અને રિલાયન્સ અને સાઉદી આરામકો વચ્ચેની ડીલમાં પુનઃમૂલ્યાંકનના અહેવાલોને લઈ શેરોમાં ફોરેન  – સ્થાનિક ફંડોએ ઓલ રાઉન્ડ મોટાપાયે વેચવાલી કરતાં કડાકો બોલાઈ ગયો હતો. ઉપરાંત મોંઘવારીમાં સતત વૃદ્ધિ તેમજ અનેક રેર્ટિંગ એજન્સીઓ દ્વારા ભારતીય ઇક્વિટીને ડાઉનગ્રેડ કર્યાના અહેવાલોની બજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી.

- Advertisement -

નેગેટીવ પરિબળો એક સાથે માથું ઉચકીને બજાર પર હાવી થતાં વેચવાલીના ભારે દબાણના પગલે આજે સ્મોલકેપ મિડકેપ શેરોમાં મોટાપાયે વેચવાલી નીકળતા નાના રોકાણકારોને મોટાપાયે નુકસાન થયું હતું. સતત વ્યાપક હેમરીંગ કરતાં ઓછા વોલ્યુમે અનેક શેરોના ભાવો તૂટતાં જોવાયા હતા. જેથી માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. પ્રતિકળ અહેવાલો પાછળ ચોમેરના વેચવાલીના દબાણ પાછળ આજે બીએસઈ સેન્સેકસમાં ૧.૯૬%નો કડાકો અને નિફ્ટી ફ્યુચરમાં ૧.૯૩%નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ચાલુ માસમાં એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. ચોતરફથી આવેલ વેચવાલીના દબાણે આજે સ્મોલ-મિડકેપ શેરોમાં મોટા ગાબડા પડયા હતા. આમ, સ્મોલ-મિડકેપ શેરોમાં થયેલા જંગી ધોવાણના પગલે રીટેલ રોકાણકારોની મૂડીનું મોટાપાયે ધોવાણ થયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૬૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૯૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૬૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૯૮ અને વધનારની સંખ્યા ૯૦૬ રહી હતી, ૧૬૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૭૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૫૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાની મહામારી દરમિયાન ઉપભોગ માલસામાન માટેની માગમાં જંગી વધારાને પરિણામે વિશ્વભરમાં પૂરવઠા ખલેલ ઊભી થઈ હતી. આ ખલેલને કારણે માલસામાનની અવરજવર માટે કન્ટેનર શિપ્સ તથા બોક્સિસની ઉપલબ્ધતા પર અસર પડી છે. કન્ટેનર શિપિંગ દરમાં વધારાને કારણે વૈશ્વિક આર્થિક રિકવરી સામે જોખમ તોળાઈ રહ્યું છે. આયાત ખર્ચમાં વધારાથી સૌથી વધુ પ્રતિકૂળ અસર આયાતો પર નિર્ભર રહેતા નાના દેશો પર પડવાની શકયતા છે, એમ સંયુકત રાષ્ટ્રની એજન્સી યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા જણાવાયું હતું.

પૂરવઠા સાંકળની આ વૈશ્વિક ખલેલ ૨૦૨૨માં પણ ચાલુ રહેવા શિપિંગ કંપનીઓ તથા પોર્ટ અધિકારીઓ માની રહ્યા છે. નૂર દરમાં વર્તમાન વૃદ્ધિ વેપાર પર લાંબી અસર કરશે અને આર્થિક સામાજિક રિકવરી સામે ખાસ કરીને વિકાસસિલ દેશોમાં રુકાવટ પેદા કરશે એમ એક નોંધવામાં આવ્યું છે. નૂર દરમાં વર્તમાન ઉછાળો જો ચાલુ રહેશે તો, આગામી બે વર્ષની અંદર વૈશ્વિક આયાત ખર્ચમાં અંદાજીત ૧૧% અને ઉપભોગ ખર્ચમાં ૧.૫૦% વધારો થશે, એમ ૨૦૨૧ માટે મેરિટાઈમ ટ્રાન્સપોર્ટના રિવ્યૂમાં યુએનસીટીએડી દ્વારા જણાવાયું હતું. પોતાની ઉપભોગ માંગ માટે મોટેભાગે આયાત પર નિર્ભર રહેતા નાના દેશો પર આની સૌથી ગંભીર અસર જોવા મળી શકશે. આ તમામ નેગેટીવ પરિબળો અને ભારતીય ઇક્વિટી ઓવર વેલ્યુએશને રહેલા ઊચા મથાળે તબક્કાવાર નફો બુક કરતાં રહેવું અત્યંત સલાહભર્યું છે.

તા.૨૩.૧૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

NIFTY FO

તા.૨૨.૧૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૪૪૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૧૭૨૩૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૪૮૮ પોઈન્ટ થી ૧૭૫૦૫ પોઈન્ટ ૧૭૫૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૫૦૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

BANK NIFTY FO

તા.૨૨.૧૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૭૨૭૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૬૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૭૩૭૩ પોઈન્ટ થી ૩૭૪૦૪ પોઈન્ટ, ૩૭૪૭૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એચડીએફસી બેન્ક ( ૧૫૨૦ ) :- બેન્ક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૦૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૩૭ થી રૂ.૧૫૪૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એચસીએલ ટેકનોલોજી ( ૧૧૧૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૭૨ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૩૭ થી રૂ.૧૧૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • મહાનગર ગેસ ( ૯૪૧ ) :- રૂ.૯૨૩ નો પ્રથમ તેમજ રૂ.૯૧૪ ના બીજા સપોર્ટથી ઓઇલ માર્કેટિંગ & ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૬૩ થી રૂ.૯૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • લુપિન લિમિટેડ ( ૮૭૩ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૮૪ થી રૂ.૮૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૫૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • કેડિલા હેલ્થકેર ( ૪૫૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૪૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૬૪ થી રૂ.૪૭૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૧૦૦૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૨૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૯૦ થી રૂ.૯૭૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા કેમિકલ ( ૮૯૩ ) :- રૂ.૯૦૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૧૯ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૮૮૦ થી રૂ.૮૬૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૭૬ ) :- ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૯૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૬૦ થી રૂ.૭૪૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૬૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૨૬ થી રૂ.૬૧૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત પેટ્રોલિયમ ( ૩૯૬ ) :- રૂ. ૪૧૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૨૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૩૮૬ થી રૂ.૩૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૨૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular