Monday, October 7, 2024
Homeરાજ્યજામનગરમોટી હવેલીમાં ચિ.પૂ.શ્યામારાજાબેટિજીના શુભ વિવાહ સંપન્ન

મોટી હવેલીમાં ચિ.પૂ.શ્યામારાજાબેટિજીના શુભ વિવાહ સંપન્ન

- Advertisement -

જામનગરની મોટીહવેલીના ગાદીપતિ પૂ.પા.ગો. 108 હરિરાયજી મહારાજના આત્મજ પૂ.પા.ગો. વલ્લભરાયજી મહોદયના આત્મજ ચિ. ગો. શ્યામારાજાબેટિજીના શુભ વિવાહ પ્રસંગની જામનગરમાં ઉજવણી કરવામાં આવી હતી. તા. 5થી 7 ડિસેમ્બર દરમિયાન મ્યુ. કોર્પોરેશન મેદાન શ્રીજી હોલ પાછળ, મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ રોડ, જામનગર ખાતે શુભ વિવાહ પ્રસ્તાવનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં તા. 5ના બડી સગાઇ તથા તા. 6ના વૃધ્ધિની સભા સહિતના કાર્યક્રમો યોજાયા બાદ શુભ વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો. શુભ વિવાહ કાર્યક્રમને લઇ જામનગર વૈષ્ણવ સમાજમાં હરખની હેલી છવાઇ છે. સમગ્ર ગુજરાતભરમાંથી વૈષ્ણવો બહોળી સંખ્યામાં જામનગર પધારી રહ્યા છે અને લગ્નવિધિ સહિતના આયોજનોમાં સહભાગી થઇ રહ્યાં છે. ગઇકાલે સાંજે શુભ વિવાહ પ્રસ્તાવ યોજાયો હતો. જેમાં વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular